Magazines

નવું શું છે? .

By GS TEAM
26 Mar 20261 min read
નવું શું છે?                                                    .

 વિશાલ ભારદ્વાજ - શાહિદ કપૂરની ફિલ્મ 'ઓ રોમિયો' થિયેટરમાં જોવાની મિસ થઈ ગઈ હતી? કશો વાંધો નથી. અમેઝોન પ્રાઇમ વીડિયો પર તે આજથી સ્ટ્રીમ થવા લાગી છે. આ ગેંગસ્ટર ગાથા વત્તા લવસ્ટોરીમાં તૃપ્તિ ડિમરી શાહિદની હિરોઈન બની છે.

 'સમથિંગ વેરી બેડ ઇઝ ગોઇંગ ટુ હેપન'. નામ પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે આ તાજ્જી મિની સિરીઝમાં હોરર તત્ત્વો ઠાંસી ઠાંસીને ભર્યાં હશે. શાનદાર લગ્નસમારોહ દુઃસ્વપ્નમાં પલટાઈ જાય તો શું થાય?તે જાણવા માટે તમારે નેટફ્લિક્સ પર જવું પડશે.   

 વિજય સેતુપતિ એવો અફલાતૂન સાઉથ ઇન્ડિયન એક્ટર છે, જેના ચાહકોની સંખ્યા 'નોર્થ' ઇન્ડિયા'માં પણ ઓછી નથી. 'કાટ્ટાન' નામની વેબ સિરીઝમાં એ એક એવો રહસ્યમય માણસ બન્યો છે, જેને ગામલોકો એક લેજન્ડ પણ ગણે છે અને શેતાન પણ. જિયોહોટસ્ટાર પર આજથી આ શોનું સ્ટ્રીમિંગ શરૂ થયું છે.  

 શું તમે કે-પોપના ચાહક છો? તો તમને નેટફ્લિક્સ પર આજથી મૂકાયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ 'બીટીએસઃ ધ રિટર્ન' જોવાની મજા પડશે. 'બીટીએસ' નામના વર્લ્ડફેમસ કોરિયન પોપ ગ્રુપના સાતેસાત મેમ્બરો આ ડોક્યુમેન્ટરીના કેન્દ્રમાં છે, નેચરલી.