નવું શું છે? .

'તૂ યા મૈં' - આ છે નેટફ્લિક્સ પર આજે જ મૂકાયેલી તાજી ફિલ્મ. ટાઇટલ પરથી લવસ્ટોરી લાગે છે, પણ વાસ્તવમાં તે છે એક સર્વાઇવલ ડ્રામા. શનાયા કપૂર અને આદર્શ ગૌરવ ફિલ્મનાં હીરો-હિરોઇન છે... અને હા, આ ફિલ્મમાં એક ખોફનાક મગર પણ છે, મેઇન વિલનની ભૂમિકામાં.
'સ્ટાર વોર્સ'ના ફેન છો તમે? તો સાંભળી લો કે 'સ્ટાર વોર્સ: મૉલ - શેડો લોર્ડ' નામની એનિમેટેડ વેબ સિરીઝ જિયોહોટસ્ટાર પર મૂકાઈ ગઈ છે. આ શોમાં, મુદ્દે, એક વણસ્પર્શ્યા રહી ગયેલા ગ્રહ પર ક્રિમિનલ સિન્ડેકટ બનાવવાની વાત છે.
તમારે એક તાજ્જી તમિળ કોમેડી ફિલ્મ જોવી છે? તો જિયોહોટસ્ટાર પર 'થાઈ કિહાવી' નામની શિવકુમાર મુરુગસને ડિરેક્ટ કરેલી ફિલ્મ ટ્રાય કરી શકો છો. રાધિકા શરતકુમારે આ ફિલ્મમાં પૈસા ઉધાર આપતી ગુંડીનો રોલ કર્યો છે.
વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત અને શાહિદ કપૂર અભિનિત 'ઓ રોમિયો'એ અપેક્ષા તો ખૂબ જગાવી હતી, પણ આ ફિલ્મ ગાજી એટલી વરસી નહોતી. છતાંય જો તમારે જોવી હોય તો એમેઝોન પ્રાઇમ વીડિયો પર લટાર મારજો. આજથી જ આ ફિલ્મનું સ્ટ્રીમિંગ શરૂ થઈ ચૂક્યું છે.








