TV TALK .

હવે અનુપમા રવીન્દ્રના પુત્ર અને પુત્રવધૂને ધમકાવશે!
સ્ટાર પ્લસની ટીવી શ્રેણી અનુપમા હાલ ટીઆરપી વધારવાના ચક્કરમાં એક પછી એક નવા વળાંક ધારણ કરી રહી છે. એક પ્રોમો વિડિયો અનુસાર અનુપમા રવિન્દ્રના પુત્ર અર્જુન અને તેની વહું ટીના પર બરાબર વરસી રહી છે. બંનેના સાચી વાત તે બધાંની સામે લાવીને રહેશે.
સ્ટારપ્લસના લોકપ્રિય શોઝમાં અનુપમાનું સ્થાન લાંબા સમયથી નંબર વન રહ્યું છે પણ આ અઠવાડિયે ક્યું કી સાસ ભી કભી બહુ થી-૨ ની એન્ટ્રી થતાં અનુપમા હવે બીજા સ્થાને હડસેલાઇ ગઇ છે. જેના કારણે અનુપમાના મેકર્સ માટે હવ આ શોને પહેલાં નંબર પર પાછો લઇ આવવો એ મોટો સંઘર્ષ બની ગયો છે.
અલી ગોનીએ પકોડાની જગ્યાએ પોતાની આંગળીઓ ફ્રાય કરી નાખી
કુકિંગ કોમેડી શો લાફટર શેફ્સની સિઝન થ્રીના શૂટિંગ દરમ્યાન સેટ પર એક અકસ્માત થઇ ગયો. જેમાં અલી ગોનીની આંગળીએ તળાઇ ગઇ હતી. એક એપિસોડના શૂટિંગ દરમ્યાન પકોડા તળવાના હતા પણ અલી ગોનીએ પકોડાની બદલે તેની આંગળીઓ તેલમાં બોળી દેતાં તે દાઝી ગયો હતો. અલી ગોનીના નસીબ સારાં કે તે મામૂલી ઇજા સાથે બચી ગયો.
આ અકસ્માત બાદ અલી ગોનીએ સોશ્યલ મિડિયા પર તેની આંગળીઓ દર્શાવી હતી. જેમાં તેની આંગળીઓ પર મલમ લગાવેલો જણાય છે. ઇન્સ્ટા સ્ટોરીમાં અલીની બે આંગળીઓ દાઝેલી જણાય છે. તસવીરની નીચે અલી ગોનીએ ડહાપણ ડહોળ્યું છે કે આજે મેં શૂટ પર પકોડાની જગ્યાએ મારો હાથ જ ફ્રાય કરી નાંખ્યો. જેને પગલે તેના ચાહકોએ ચિંતા વ્યક્ત કરી હતી.
કરણ કુંદ્રાએ છાતી પર તેની પ્રેમિકા તેજસ્વી પ્રકાશનું ટેટુ બનાવ્યું
મુંબઇમાં યોજાયેલાં રમઝાન ઉત્સવમાં કરણ કુંદ્રાએ ફોટોગ્રાફર સામે પોતાની છાતી છતી કરતાં તેના ચાહકો ચોંકી ગયા હતા. કરણ કુંદ્રાએ તેની છાતીની જમણી તરફ તેની પ્રેમિકા તેજસ્વી પ્રકાશની તસવીરનું ટેટું બનાવ્યું છે. ફોટોગ્રાફર્સને કરણના ટેટુની તસવીરો લેવાની મજા પડી ગઇ હતી.
જો કે, કરણનું આ ટેટુ કાયમી છે કે કામચલાઉ તેની માહિતી હજી મળી નથી. કરણે તેણે પહેરેલો વાદળી રંગનો કુર્તો એક તરફ હટાવી હસીને તેનું ટેટું ફોટોગ્રાફર્સને બતાવ્યું હતું. હવે તેના ચાહકો આ ટેટુ વિશે જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક જણાએ કહ્યું મેન ઇન લવ. તો બીજાએ એમ લખ્યું કે એ તો એની છોટી સી જાન છે. તો બીજા ઘણાંએ લાલ ચટ્ટક દિલનું ઇમોજી ફટકારી દઇ તેમની ખુશી જાહેર કરી હતી.









