Magazines

SOCIAL સર્કલ .

By GS TEAM
16 Oct 20251 min read
SOCIAL સર્કલ                                                    .

ફિલ્મી સિતારાઓની ઝગમગ દિવાળી

બોલિવુડના સ્ટાર લોકોનું દિવાળી સેલિબ્રેશન તો ક્યારનું જોરશોરથી શરૂ થઈ ગયું છે. એક દિવાળી પાર્ટીમાં આપણી ફિલ્મી જનતા  બનીઠનીને પહોંચી ગઈ હતી. ઉપરની તસવીરોમાં બોબી દેઓલ પત્ની તાન્યા સાથે, રિતેશ દેશમુખ અને પત્ની જેનિલિયા ડિસોઝા સાથે,  સોનાક્ષી સિન્હા પતિ ઝહીર સાથે તથા આયુષ્માન ખુરાના અને નાનો ભાઈ અપારશક્તિ ખુરાના પોતપોતાની પત્નીઓ સાથે, ટિપિકલ ભાષામાં કહીએ તો, દ્રષ્ટિગોચર થાય છે. એવું ન માનતા કે આ દિવાળી પાર્ટીમાં ફક્ત પતિ-પત્નીને જ એન્ટ્રી મળી હતી. જુઓને, ફોટોગ્રાફમાં અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી પણ હાજરાહજૂર છે. 

ઐશ્વર્યાનું ઐશ્વર્ય

સોશિયલ મીડિયા પર શેર થયેલો ઐશ્વર્યા રાયનો આ તાજો ફોટોગ્રાફ જોઈને 'આહ!' અને 'વાહ!' સિવાય બીજા કોઈ ઉદગાર નીકળે ખરા? જોકે પેલા નક્કામા ટ્રોલરો તો આ ફાંકડા ફોટામાંથી પણ સત્તર ભૂલો કાઢશે. ઐશ્વર્યા એ એક્ટ્રેસ છે જેણે પ્રેગ્નન્સી પછી તાત્કાલિક વજન ઉતરવા માટે કોઈ ધમપછાડા કર્યા નહોતા. સંવેદનહીન ટીકાખોરોએ આ કુદરતી સ્થૂળતા વિશે પણ નઠારી કમેન્ટ્સ કરી. ઐશ્વર્યાએ જોકે કોઈને ગણકાર્યા નહીં. એણે સંતુલન અને ગરિમા જળવી રાખ્યાં. ઐશ્વર્યાએ હવે આમેય કોઈને કશુંય પૂરવાર કરવાનું નથી. કમસે કમ સૌંદર્યના મામલામાં તો નહીં જ. રાઇટ?