Magazines

SOCIAL સર્કલ .

By GS TEAM
12 Mar 20263 mins read
SOCIAL સર્કલ                                                    .

ડિમ્પલ કાપડિયા: ઓલ્ડ ઇઝ ગોલ્ડ

હજુ થોડા સમય પહેલાં જ ડિમ્પલ કાપડિયા અને પંકજ કપૂરને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ 'જબ ખૂલી કિતાબ' ઓટીટી પર ડ્રોપ થઈ. ડિમ્પલ અને પંકજજી જેવાં સિનિયર એક્ટ્રેસને આ ઉંમરે પણ ફિલ્મમાં મેઇન હીરો-હિરોઇનનો રોલ કરવા મળે છે તે કેવી મજાની વાત છે. આ પ્રકારની ફિલ્મો હવે બની શકે છે એનું મોટું કારણ છે ઓટીટી. સૌરભ શુક્લે પોતાના આ જ ટાઇટલ ધરાવતા નાટક પરથી આ ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં પચાસ વર્ષનું લગ્નજીવન જીવી ચૂકેલાં ડિમ્પલ અને પંકજ કપૂરનાં પાત્રો ડિવોર્સ ફાઈલ કરે છે! ડિમ્પલ છેલ્લાં ઘણાં વર્ષોથી લો-પ્રોફાઇલ જીવન જીવી રહ્યાં છે. અક્ષયકુમારનાં આ સાસુમા વચ્ચે વચ્ચે અચાનક 'વોગ' જેવા ફેશન મેગેઝિનનાં કવર પર ચમકી જાય છે (જોઈ લો આ તસવીરો), તો ક્યારેક વેબશો કે 'જબ ખુલી કિતાબ' જેવી ફિલ્મમાં દેખાઈ જાય છે. ડિમ્પલ જેવાં એક જમાનાનાં ગ્લેરમરસ સ્ટાર મોટપણમાં પર સક્રિય રહે છે તે જોઈને આનંદ સિવાય બીજું શું થઈ શકે'

ધૂરંધર: ધમાકાની સિક્વલ

અતિપ્રતિક્ષિત 'ધૂરંધર-ટુ'નું ટ્રેલર રિલીઝ થતાં નવેસરથી ગોકીરો બોલી ગયો છે. યુટયુબરો માંડયા છે ટ્રેલર રિએક્શનનાં વીડિયો બનાવવા. અરે, વિદેશીઓ પણ 'ધૂરંધર-ટુ'ના ટ્રેલરને રિએક્ટ કરવા લાગ્યા છે. અમુક રિએક્શન વીડિયો તો બબ્બે કલાક લાંબા છે. સાઉથના સુપરસ્ટાર યશની બિગ બજેટ ફિલ્મ અને 'ધૂરંધર-ટુ' એકસાથે ૧૯ માર્ચે રિલીઝ થવાની હતી, પણ આદિત્ય ધર ડિરેક્ટેડ 'ધૂરંધર'ની આ સિક્વલની ગજબનાક હાઇપ જોઈને 'ટોક્સિક'ની ટીમ ગભરાઈ ગઈ અને તેણે ફિલ્મની રિલીઝ પાછળ ઠેલી દીધી. સારું કર્યું. ફિલ્મમેકર રામગોપાલ વર્મા તો ઓરિજિનલ 'ધૂરંધર' રિલીઝ થઈ તેના પહેલાં અઠવાડિયાથી જ ફિલ્મના અનઓફિશિયલ પીઆરઓ બની ગયા છે. તેઓ વારંવાર કહ્યા કહે છે કે 'ધૂરંધર-ટુ' તો 'ધૂરંધર-વન' કરતાંય મોટી હિટ થશે. એમની આ વાત સાથે સહમત થનારા ઓછા નથી. તમને શું લાગે છે?

ઓહ, આમિર....

સાચ્ચે, આમિર ખાનની માઠી બેઠી છે. શરૂઆત થઈ હતી 'લાલસિંહ ચઢ્ઢા' (૨૦૨૨)ના ધબડકાથી. આમિરની આખી કરીઅરમાં એવું બન્યું કે એની એક્ટિંગ ફિલ્મનો સૌથી મોટી માઇનસ પોઇન્ટ ગણાઈ. આમિરે ખુદ આ વાત સ્વીકારી. ૨૦૨૫માં 'સિતારે જમીં પર' આવી. આ ફિલ્મમાં ઓરિજિનલ 'તારે જમીં પર' જેવો જાદુ ન હતો. ફિલ્મો કોઈ તરંગો ન સર્જી ન શકી. અરે, આ ફિલ્મની એકાદ-બે સિકવન્સમાં લોકોને આમિરની એક્ટિંગ અતિ લાઉડ લાગી. આ વર્ષે જાન્યુઆરીમાં 'હેપી પટેલ' આવી. આમિર આ ફિલ્મના નિર્માતા તો છે જ, પણ એમણે આમાં એક્ટિંગ પણ કરી છે. ફિલ્મ ભૂંડી રીતે પિટાઈ ગઈ. યે ક્યા હો રહા હૈ, આમિર? કેમ ઓચિંતા આમિરની ફિલ્મો ઓડિયન્સના દિલને અપીલ કરતી બંધ થઈ ગઈ છે? ભલું થજો 'લાપતા લેડીઝ'નું કે જેના કારણે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન આમિર ખાન પ્રોડક્શન્સની લાજ સુરક્ષિત રહી છે. મે મહિનામાં આમિરપુત્ર જુનૈદની 'એક દિન' આવી રહી છે. ભગવાન જાણે 'એક દિન'નું શું થશે. એનીવે, આપણે તો આમિરને એડવાન્સમાં જ ઓલ ધ બેસ્ટ કહી દઈએ. બાકી આ ઈન્સ્ટા-ફોટોગ્રાફમાં એ લાગે છે સરસ. શું કહો છો?