SOCIAL સર્કલ .

દિવ્યા ભારતી-સુશાંત સિંહનો રોમેન્ટિક એઆઈ વીડિયો વાઈરલ, ચાહકો ખુશ
સોશિયલ મીડિયા ઉપર તાજેતરમાં એક વીડિયો ખૂબ જ વાઈરલ થયેલો છે. ચારેકોર તેની જ ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને બોલિવૂડના રસિયાઓને તો નવી જ બાબત મળી ગઈ છે. આ વીડિયો દિવંગત બોલિવૂડ અભિનેત્રી દિવ્યા ભારતી અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ઉપર બનાવવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દિવ્યા ભારતી અને સુશાંત સિંહનો એક રોમેન્ટિક વીડિયો બનાવાયો છે. આ એક રોમેન્ટિક ગીત છે. એઆઈની મદદથી તેમની વચ્ચે રોમેન્ટિક કેમિસ્ટ્રી બતાવવાનો પ્રયાસ કરાયો છે. ક્યા તુમ ભી... નામના આ ગીતમાં બંનેનું બોન્ડિંગ પણ ખૂબ જ સરસ છે. ઉલ્લેખનીય છે કે, બોલિવૂડમાં પોતાની આગવી એક્ટિંગ અને વ્યક્તિત્વના કારણે છવાયેલા રહેલા દિવ્યા ભારતી અને સુશાંત સિંહના લાખો ચાહકોને આઘાત લાગ્યો હતો જ્યારે બંનેનું અનુક્રમે શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હતું. તે સમય સમગ્ર બોલિવૂડમાં અને ચાહકોમાં શોક છવાઈ ગયો હતો. ંબંનેના મૃત્યનો કોયડો આજ સુધી ઉકલ્યો નથી અને કદાચ ઉકલવાનો પણ નતી ત્યારે આ વીડિયો લોકોને રાહત આપી છે. ચાહકોએ તેમના મનગમતા કલાકારોનો આ એઆઈ વીડિયો વખાણ્યો અને આવકાર્યો છે. લોકો તેને એક ટ્રિબ્યૂટ માને છે.
એક પણ ડાયલોગ વગરનું કમલ હસનનું પુષ્પક 40 વર્ષે પણ સદાબહાર છે
ભારતીય સિનેમા જગતમાં સૌથી અલગ વિષય અને એક્સપિરિમેન્ટલ કામગીરી કરવા માટે પુષ્પક ફિલ્મ આજે પણ અવ્વલ નંબરે આવે છે. તેના એક્ટર કમલ હાસન અને તેના ડાયરેક્ટર સિંગીથમ શ્રીનિવાસ રાવની પણ એટલી જ ચર્ચા થાય છે. તેમણે બનાવેલી આ ફિલ્મમાં કમલ હાસને જીવ રેડી દીધો હતો અને તેથી જ આજે ૪૦ વર્ષે પણ આ ફિલ્મ સદાબહાર ગણાય છે. તાજેતરમાં ડાયરેક્ટર સિંગીથમ શ્રીનિવાસ રાવની ફિલ્મ સિંગ ગીતમ લોન્ચ થવાની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં તેનો પ્રી રિલિઝ કાર્યક્રમ યોજાયો હતો. કમલ હાસન તેમાં પહોંચ્યા હતા. તેમણે આ દરમિયાન રાવ સાથેની પોતાની કામગીરી, પુષ્પક અને તેના અનુભવો શેર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, રાવ વર્ષોથી પોતાના કામને અલગ રીત જૂએ છે. તેઓ પોતાના જમાના કરતા આગળનું વિચારીને કામ કરનારા છે. તેના પગલે જ પુષ્પક એક લેજેન્ડ ફિલ્મ સાબિત થઈ હતી. તે સમયે પૈસાનું અને પોપ્યુલારિટીનું દબાણ નહોતું. તેના કારણે ઘણા ડાયરેક્ટર પોતાની રીતે અલગ વિષયો અને અલગ પદ્ધતિઓ દ્વારા નવી નવી ફિલ્મો લાવવા પ્રયાસ કરતા હતા. હવે બધું માત્ર આંકડાની માયાજાળમાં અટવાઈ ગયું છે.
નાગાર્જુનનો દશાવતારમ... બિગ બોસ 10માં ટીવીના ટચૂકડા પડદે દેખાશે
એન્ડોમોલ શાઈન ઈન્ડિયા દ્વારા પોતાના આગામી ટીવી શોની જાહેરાત કરવામાં આવી છે. તેમણે બિગ બોલ તેલુગુ સીઝન ૧૦ની જાહેરાત કરતા જ ચાહકોમાં ઉત્સાહ છે પણ તેના કરતા વધારે આતુરતા અને આનંદ તેના હોસ્ટ માટે છે. સાઉથ સુપર સ્ટાર અને તેગુલુ સુપર સ્ટાર તરીકે જાણીતો નાગાર્જુન આ સિઝન હોસ્ટ કરતો જોવા મળશે. નાગાર્જુને તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડર ઉપર બિગ બોસ તેલુગુ ૧૦નો નવો વીડિયો પોસ્ટ કરીને ચાહકોને ભેટ આપી હતી. આ સાથે જ લોકોમાં તેનો ક્રેઝ ફરી જોવા મળ્યો હતો. નાગાર્જુનનો દશાવતારમ વીડિયો ચાહકોને પસંદ પડી રહ્યો છે. તેલુગુ બિગ બોસનું ૧૦મું વર્ઝન અને તેમાંય નાગાર્જુનની એન્ટ્રી ઉપર લોકો ઉત્સાહિત છે. નાગાર્જુને પ્રોમોને પોસ્ટ કરવા દરમિયાન લખ્યું હતું કે, આ વખતે આ સિઝન જોનારા દર્શકોનો પણ દશાવતાર છે. અમને આશા છે કે, લોકોની અપેક્ષાઓ પૂરી થશે, આનંદ મળશે, એન્ટરટેઈન્મેન્ટ મળશે અને દશાવતારમ બધાને પોતાની ઈચ્છા પૂરી કરવાનો અવસર આપશે. આ સાથે જ નાગાર્જુન ફરી એક વખત ટીવીના ટચૂકડા પડદે નવા જ સ્વરૂપમાં દેખા દેશે.








