Magazines

બાવળ અને ટોબેકોયુક્ત ટૂથપેસ્ટ અંગે વિસ્તૃત માહિતી

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
ધીરૂ પારેખે ઔદ્યોગિક માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, દાંતની સુંદર સફાઈ માટે બાવળના અર્કમાંથી બનેલી ટૂથપેસ્ટ અત્યંત અસરકારક છે. આ ટૂથપેસ્ટમાં બાવળનો અર્ક મુખ્ય ઘટક તરીકે વપરાય છે, જે સોલ્વન્ટ એક્સટ્રેક્શન પ્લાન્ટ દ્વારા મેળવાય છે. રૂમ ટેમ્પરેચરે પ્રિઝર્વ થતો આ અર્ક ટૂથપેસ્ટને સ્થિરતા અને વાતાવરણ સામે ટકી રહેવાની ક્ષમતા આપે છે. આ ટૂથપેસ્ટ દાંતને સ્વચ્છ અને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાવળ અને ટોબેકોયુક્ત ટૂથપેસ્ટ અંગે વિસ્તૃત માહિતી
  • ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
    દાંતની સુંદર સફાઈ માટે વનસ્પતિજન્ય એટલે કે બાવળના અર્કમાંથી બનાવેલ ટૂથપેસ્ટ અકસીર સાબિત થઈ શકે તેમ છે. આ ટૂથપેસ્ટ બનાવવા માટે ખાસ ઈનગ્રેડીએન્ટ તરીકે બાવળનો અર્ક વાપરવામાં આવે છે. જેથી ટૂથપેસ્ટમાં બાવળના ગુણધર્મો તેમજ સ્વાદ ટકી રહે તે રીતે પ્રિઝર્વ કરીને બનાવવામાં આવે છે. તો આપણે બાવળ અર્કયુક્ત ટૂથપેસ્ટ વિશે લખીશું.
    બાવળ-અર્ક યુક્ત ટૂથપેસ્ટના કી-ઈનગ્રેડીએન્ટ : બાવળ અર્ક, કલીનિંગ અને પોલિસીંગ મટિરીયલ, ડીટરજન્ટ અને ફોમિંગ મટિરીયલ, હયુમેકટન, બાઇન્ડીંગ એજન્ટ, સ્વીટનિંગ અને ફલેવરીંગ એજન્ટ, વાઇટનીંગ એજન્ટ, કલર અને પ્રિઝર્વેટીંવ વડે આ ટૂથપેસ્ટ બનાવી શકાય છે.
    બાવળ અર્કને સોલવંન્ટ એકસ્ટ્રેકશન પ્લાન્ટ વડે મેળવવામાં આવે છે. ત્યારબાદ આ એકસ્ટ્રેક્ટને રૂમ ટેમ્પ્રેસરે પ્રિઝર્વ કરવામાં આવે છે. જેથી અર્કની સ્ટેબીલીટીમાં વધારો થાય છે. જેથી આ અર્ક વાતાવરણ સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે.
    આપણા દાદીમાને બજરની દાબડી લઈ, આગણાના ઓટલે બેસી દાંતે બજર ઘસતાં ઘસતાં પડોસણ સાથે વાતનો સૂર મેળવતા જોયા હશે. આ રીતે દાંતે બજર ઘસવાથી એક તો થોડો આરામ મળે છે. બીજુ થોડા ગામગપાટા હાંકવા મળે છે. સાથે થોડો નશો આવે છે. બજર નશો આપવા સાથે પેઇનકીલરનું પણ કામ કરે છે. (ક્રમશઃ)