Magazines

ડાકોટા જોનસનના ફેશન ફન્ડા .

By GS TEAM
6 Nov 20252 mins read
ડાકોટા જોનસનના ફેશન ફન્ડા                                                        .

- હેકોટા જોનસનને એક મુલાકાત દરમિયાન પોતાની સ્ટાઈલને ત્રણ શબ્દોમાં વ્યાખ્યાયિત કરીઃ હ્યુમર, ઓનેસ્ટી અને વલ્ગારિટી! પછી તેણે સહજ આત્મવિશ્વાસથી સ્પષ્ટતા કરી, 'વલ્ગર હોવામાં કંઈ ખોટુ નથી. સમગ્ર આધાર મૂડ પર હોય છે.' જોનસનનો પ્રતિસાદ જોકે મજાકમાં અપાયેલો હતો. પછી તેણે ગંભીરતાથી જવાબ આપ્યો, 'મારા માટે મારી સ્ટાઇલ એટલે કમ્ફર્ટ, છટા અને થોડું રહસ્ય! મારા માટે ફેશન માત્ર સૌંદર્યશાસ્ત્રનો વિષય નથી, પણ તે પોતાના મૂડ, પોતાની ઓળખ અને પોતાની સ્વતંત્રતાનું પ્રતીક છે.' 

તેને જ્યારે ફેશનના રેડ ફ્લેગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોઈપણ ખચકાટ વિના જણાવ્યું, 'જાહેરમાં ચપ્પલ પહેરતા પુરુષો!' પછી એક તોફાની સ્મિત સાથે તેણે ઉમેર્યું, 'ચપ્પલ પહેરીને દોડતા પુરુષો સૌથી મોટા રેડ ફ્લેગ છે!' જોનસનની આ ટિપ્પણી તુરંત વાયરલ થઈ અને સમગ્ર સોશિયલ મીડિયામાં હાસ્ય અને સહમતિ ફેલાયાં. 

ડાકોટા કહે છે, 'લો રાઈઝ જીન્સ, ખાસ કરીને લાંબી ઝિપવાળું  જીન્સ હવે બિલકુલ ન ચાલવું જોઈએ.  મારા કોન્ફિડન્સની વાત કરું તો હું સ્ટાર્સનું સંતાન છું. હોલિવુડ રોયલ્ટી મેલની ગ્રિફિથ અને 'માયામી વાઈસ' સ્ટાર ડોન જોનસનની પુત્રી તરીકે હું ખુલ્લા અને સકારાત્મક વાતાવરણમાં ઉછરી છું. મારી મા શરીરની બાબતમાં બહુ પોઝિટિવ હતી. તેણે અમને અમારા શરીરની સંભાળ કરતા અને તેને પ્રેમ કરતા શીખવ્યું.  ટીનેજ અને યુવાન છોકરીઓ માટે આ બહુ મહત્ત્વનું છે, કેમ કે તેમને સતત કહેવામાં આવતું હોય છે કે એ સુંદર નથી.' 

ડાકોટા હવે કોલીન હૂવરની બેસ્ટસેલિંગ નવલકથા 'વેરિટી'માં મહત્ત્વનો રોલ ભજવવાની તૈયારી કરી રહી છે.