Magazines

વિદેશી ગુ્રપ કંપનીઓમાંથી કર્મચારીઓની સેકન્ડમેન્ટ પર IGST લાગુ નહીં થાય

By GS Team
17 Aug 20252 mins read
This article was originally published on 17 Aug 2025
વિદેશી ગુ્રપ કંપનીઓમાંથી કર્મચારીઓની સેકન્ડમેન્ટ પર IGST લાગુ નહીં થાય

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ, GST વિભાગનો એક શોખ બની ગયો છે કે તેઓ તમામ શક્ય વ્યવહારોમાંથી કર વસૂલવાનો પ્રયાસ કરે. જ્યારે વિદેશી ગુ્રપ કંપનીઓ દ્વારા ભરપાઈ કરવામાં આવે ત્યારે કર્મચારી ખર્ચને ગેરસમજ કરવામાં આવે છે અને કર અધિકારીઓ દ્વારા તેને GST માટે જવાબદાર ગણવામાં આવે છે. અલ્સ્ટોમ ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા લિમિટેડ વિરુધ્ધ કોમર્શિયલ ટેક્સ કમિશનર અને અન્યના ( WRIT PETITION NO.1779 OF 2025 (T-RES)) કેસમાં પણ આવો જ વિવાદ ઉભો થયો હતો. જેમાં માનનીય કર્ણાટક હાઈકોર્ટે એક ઉત્કૃષ્ટ ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાની ચર્ચા આજના લેખમાં કરવામાં આવી છે.

કેસની હકીકત

વિદેશી ગુ્રપ એન્ટિટીમાંથી નિશ્ચિત સમયગાળે માટે કર્મચારીઓ ભારતની એન્ટિટી પાસે Seconded. ભારતીય એન્ટિટીએ લોકલ રોજગાર કરાર કર્યા, Secondees ભારતીય પેરોલ પર, TDS ભારતમાં કપાયો, ભારતીય HR પોલિસી/ ડિસીપ્લિન/ અપ્રેઝલ લાગુ અમુક હોમ-કન્ટ્રી સામાજિક સુરક્ષા યોગદાન વિદેશે ચૂકવાયું અને કોસ્ટ-રીમ્બર્સમેન્ટ તરીકે ભારતે ભરપાઈ કરી. માર્ક-અપ નહોતો. ખાતા એ SCN જારી કરીને ટાન્ઝેક્શનને RCM માટે જવાબદાર ગણાવ્યું હતું અને વ્યાજ અને દંડ સાથે ૧૮% IGST ટેક્સની માંગણી કરી હતી. તારીખ ૧૬-૧૦-૨૦૨૪ના ઓર્ડર દ્વારા ૨૦૧૭-૧૮ થી ૨૦૨૨-૨૩ માટે રૂ.૫૭.૯૪ કરોડ + વ્યાજ/પેનલ્ટી કન્ફર્મ. કંપનીએ કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ રિટ પિટિશન દાખલ કરી હતી.

અરજદાર તરફથી દલીલો

અરજદારે રજૂઆત કરી હતી કે આ ચુકવણીઓ, પગારના સ્વરૂપમાં હોવાથી, માનવશક્તિ સેવાઓના પુરવઠા માટે વિચારણા કરતી નથી અને તેથી 'રિવર્સ ચાર્જ હેઠળ IGST લાગુ પડતી નથી.'

સરકારની રજૂઆત

ખાતા મુજબ વિદેશી હોલ્ડિંગ કંપની/parent કંપની અથવા સંલગ્ન સંસ્થાઓ દ્વારા અરજદારને કર્મચારીઓની નિમણૂક એ 'માનવશક્તિ પુરવઠા સેવા' છે અને તેથી તે GSTને પાત્ર છે.

હાઈકોર્ટનો આદેશ

આ કિસ્સામાં એ વાતમાં કોઈ વિવાદ નથી કે અરજદાર દ્વારા વિદેશી સંલગ્ન કંપની દ્વારા સેકન્ડેડ કર્મચારીઓ દ્વારા કથિત રીતે આપવામાં આવતી સેવાઓના સંદર્ભમાં કોઈ ઇન્વોઈસ રજૂ કરવામાં આવ્યા ન હતા.

CBIC પરિપત્રના ફકરા ૩.૭માં સ્પષ્ટતા પછી, આવી સેવાઓનું મૂલ્ય 'શૂન્ય' ગણવું જોઈએ અને તેને ખુલ્લા બજાર મૂલ્ય તરીકે ગણવું જોઈએ. જો આવી સેકન્ડમેન્ટ વ્યવસ્થાને સપ્લાય માનવામાં આવે તો પણ પરિપત્ર હેઠળ કાલ્પનિક માનવામાં આવતી બાબત વધુ કર જવાબદારી માટે અવકાશ રદ કરે છે. રિટ મંજૂર- માંગનો ઓર્ડર રદ્દ.