Magazines

બજારની વાત .

By GS TEAM
15 Feb 20264 mins read
બજારની વાત                          .

મોંઢામાં 150 નાની ખીલી

બોલીવૂડમાં કેટલાક અભિનેતાઓ મોંઢામાં દિવાસળીની સળી રાખતા હોય છે. પરંતુ મધ્યપ્રદેશના સતનામાં એક ભાઇ મેડિકલ જગતમાં ચર્ચાનો વિષય બન્યા છે. ૫૮ વર્ષના સંજય વિશ્વકર્મા તેમના મોંઢામાં સ્ટીલ અને બ્રાસની બનેલી ૧૫૦ જેટલી અણીવાળી નાની ખીલી રાખીને ફરે છે. તેનાથી નથી તો તેમને કોઇ ઇજા થતી કે નથી તો કોઇ તકલીફ પડતી. છેલ્લા ૪૫ વર્ષથી તે મોંમા ખીલીઓ રાખીને ફરે છે. કહે છેકે તેમને પાન ખાવાની ટેવ છે. પાનની નાની કતર પહેલાં તે દિવાસળીની સળીથી કાઢતા હતા. એકવાર તેમણે દાંત સાફ કરવા નાની ખીલીનો ઉપયોગ કર્યો હતો. પછી તેની ટેવ પડી ગઇ હતી. ફરી વારંવાર ખીલી શોધવાના બદલે તેને મોંમાજ મુકી રાખતા થયા હતા. એક ખીલીની સંખ્યા આગળ વધતાં હવે ૧૫૦ પર પહોંચી છે.


ડ્રાય ક્લીનરની આવક મહિને 2.8 લાખ

ભારતમાં શિક્ષિત લોકોજ લાખોમાં કમાય છે તે વાતનો છેદ ઉડાડતો આ કિસ્સો છે. જેમાં એક  ડ્રાય ક્લીનર (કપડાં ધોઇને ઇસ્ત્રી કરનાર) મહિને ૨.૮ લાખ રૂપિયા કમાય છે. કોલેજની ફી વધતાં શિક્ષણ મોંઘું થવા લાગ્યું છે અને ઓછી આવક વાળાને તે પરવડે એવું નથી રહ્યું. અનેક ક્ષેત્રો એવા છે કે જેમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત કરતાં વધુ કમાણી નાના વેપારમાં જોવા મળે છે. એજ્યુકેશનને આવક સાથે કોઇ નિસ્બત નથી એમ કહી શકાય. ડ્રાય ક્લીનર્સ તરીકેની દુકાન એક યુગલ ચાલવતું હતું. તેમની પાસે બે હેલ્પર હતા અને તે લોકો મહિને ૨.૮ લાખ રૂપિયા કમાતા હતા. મહિને લાઇટબીલ અને પગારમાં ૮૦,૦૦૦ વપરાતા હતા જેથી મહિને બે લાખ રૂપિયા બચતા હતા.  તેમની પાસે પોતાનો ફ્લેટ પણ છે.


વરરાજાને 24 કરેટના બિસ્કીટોની ભેટ

સાઉદી અરેબિયાના એક લગ્ન સમારંભમાં વરરાજાને સોનાના બિસ્કીટોની ભેટ આપવામાં આવી હતી. જેમ મિઠાઇનું બોક્સ આપવામાં આવે એમ સોનાના બિસ્કીટો આપવામાં આવ્યા હોવાનો વિડિઓ વાઇરલ થયો છે. સાઉદીમાં સોનાના બિસ્કીટની ભેટ શક્ય છે માટે તે બાબતે કોઇ વિવાદ નથી પરંતુ સોશ્યલ નેટવર્કવાળા માનવા તૈયાર નથી. વિડિઓમાં એક ગ્રીન બોક્સ ખોલીને તેમાં રહેલા ચળકતા બિસ્કીટ બતાવાયા છે અને તે લેનાર વરરાજાના ડ્રેસમાં જોવા મળે છે. લોકો કહે છેકે સોનાના બિસ્કીટ કોઇના આપે આતો, સાદા ખાવાના બિસ્કીટ છે. અન્ય એકે લખ્યું છેકે આ તો લકઝરી ચોકલેટ છે જે બિસ્કીટ જેવી દેખાય છે. બીજા એકે લખ્યું છે કે માંડ ૫૦ ડોલરનું બોક્સ છે.


કૌટુંબીક વિવાદ સાથે બેસીને ઉકેલો

દિવંગત ઉદ્યોગપતિ સંજયકપુરની મિલ્કતનો વિવાદ કોર્ટમાં છે. સંજયકપુરની એક પત્ની એટલે અભિનેત્રી કરિશમા કપુર. તેણે છૂટા છેડા લીધા ત્યારે કેટલીક રકમ લીધી હતી. સંજયકપુરની બીજી પત્ની એટલે પ્રિયા કપુર, સંજય કપુરની માતા એટલે રાની કપુર. તેમની બહેન પણ ભાગ લેવા મેદાનમાં આવી છે.૩૦,૦૦૦ કરોડની સંપત્તિ માટે કુટુંબના સભ્યો સામસામે આક્ષેપો કરી રહ્યા છે. દિલ્હીની કોર્ટે કહ્યું છેકે કુટુંબના સભ્યો સાથે બેસીને મામલો ઉકેલો કેમકે દરેક આક્ષેપો કરી રહ્યા છે. એકબીજા સાથેના સંબંધોને માન આપો. જોકે કોઇ માનવા તૈયાર નથી. દરેક પત્રકારોને મુલાકાત આપીને પોતાને કાણી પૈ કોઇ આપવા તૈયાર નથી એમ કહેતા ફરે છે.  


નોકરી માટે વિચિત્ર ઇમેલ

મોટી કંપનીઓના મેલ બોક્સમાં રોજના ઢગલો ઇમેલ આવતા હોય છે. તેમાં કોઇ જોબ મેળવવા ઇચ્છનારનો ઇમેલ કંપનીના બોસનું ધ્યાન ખેંચતો નથી પરંતુ દિલ્હી સ્થિત એક છૈં કંપનીના બોસને એક ઇમેલ એવો મળ્યો તેના સબજેક્ટમાં લખ્યું હતું કે તમારૂં નામ એપીસ્ટન ફાઇલમાં છે. એપીસ્ટન ફાઇલ આજકાલ બદનામ બસ્તી સમાન છે. ફાઇલમાં નામ આવે તે બદનામી ખેંચી લાવે છે. કંપનીના બોસે સબ્જેકટ વાંચીને ઇમેલ ખોલ્યો તો તેમાં જોબ માટેની અરજી હતી. કંપનીના બોસને આવો એપ્રોચ પસંદ ના આવ્યો એપીસ્ટનના નામે ક્યારેય નોકરી ના મેળવી શકાય એમ લખીને અરજી કરનારને તતડાવ્યો હતો.  


અજીત દોભાલ કેરળની ગલીઓમાં એકલા ફર્યા

નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત દોભાલને ભારતના સ્પાય તરીકેની ઉપમા આપવામાં આવી છે. તાજેતરમાં તે કેરળની મુલાકાતે ગયા ત્યારે કોઇ સિક્યોરિટી સાથે નહોતી કે કોઇ લાલ લાઇટવાળી ગાડી નહોતી. કોઇએ તેમને ઓળખ્યા નહી. દરેક દુકાનવાળા સાથે તેમણે ખરીદી માટે ચર્ચા કરી પરંતુ તેમણે પોતે કોઇને ઓળખ આપી નહોતી. જ્યારે તેમની સાચી ઓળખ દુકાનદારોને થઇ ત્યારે તેમની સાદાઇ લોકોને સ્પર્શી ગઇ હતી. કહે છેકે વડાપ્રધાનની સૂચનાના પગલે દોભાલ થુંબાલ ખાતેના સ્પેસ સેન્ટરની મુલાકાતે ગયા હતા અને સમય મળતાં ત્યાંના બજારોમાં સિક્યોરિટી વિના ફર્યા હતા.