Magazines

બજારની વાત .

By GS TEAM
31 May 20264 mins read
બજારની વાત                          .

JSW ગૃપ પોતાની કાર બનાવશે

દેશમાં કાર ઉત્પાદકો વચ્ચેની રેસમાં જોવા મળી શકે છે. દિવાળીમાં JSW ગૃપ પોતાની કાર ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશી રહ્યું છે. સ્ટીલથી માંડીને પેઇન્ટ સુધીના ઉત્પાદનોમાં વ્યસ્ત JSW ગૃપ હવે કાર ઉત્પાદનમાં આવી રહ્યું છે. નવેમ્બરમાં તે બુકીંગ શરૂ કરશે અને જાન્યુઆરી ૨૦૨૭થી ડિલીવરી આપવાનું શરૂ કરશે. ન્યૂ એનર્જી વ્હીકલના ક્ષેત્રે JSW નું મોડલ આવશે. પહેલી કારની ઓફર ૩૫ લાખની કિંમતની હશે. પહેલા વર્ષમાં તેના બેથી ત્રણ મોડલ આવશે. હાલમાં બેટરી ઓપરેટેડ વ્હીકલના માર્કેટમાં ૬૫ ટકા માર્કેટ મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર પાસે છે. ૨૦૨૫માં તેણે ૧,૬૫,૦૦૦ કારનું વેચાણ કર્યું હતું. મહારાષ્ટ્રના શંભાજીનગર (ઔરંગાબાદ) ખાતે JSW ગૃપ કલાકમાં ૬૦ કાર બનાવી શકાય તેવો પ્લાન્ટ ઉભો કરશે.


નાણા પ્રધાનના ત્રણ F અને કોંગ્રેસનો એક F 

નાણા પ્રધાન નિર્મલા સીતારામને તાજેતરમાં કહ્યું હતું કે ક્ષણ ખ ભારતે ચિંતા કરવાની જરૂર છે જેમા fuel, fertiliser અને forexનો સમાવેશ થાય છે. અખાતી યુધ્ધના કારણે ભારત સામે આડકતરી અનેક સમસ્યા ઉભી થઇ છે. ભારતે યુધ્ધમાં ભાગ નથી લીધો પણ યુધ્ધની અસર ઓઇલના સપ્લાય પર પડી છે. જેના કારણે મોંઘવારી પણ વધી શકે છે વગેરે..વગેરે. પરંતુ નાણાપ્રધાનની વાતનો જવાબ આપતા તરતજ કોંગ્રેસે કહ્યું હતું કે નાણાપ્રધાન એક ખ ભૂલી ગયા છે. જે સૌથી મહત્વનો છે. તે ખએટલે ખઘૈં નો ઇન્ફ્લો. કોંગ્રેસના જયરામ રમેશે કહ્યું હતું કે ચૂંટણી જીતવી અલગ વાત છે અને ખઘૈં સરકી જવી તે વધુ ગંભીર વાત છે.


તગડી જોબ છોડી ખેતી પસંદ કરી તો મોત મળ્યું

બેંગલુરૂમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા હોસોકુ રોશન બાલાકૃષ્ણને તેમના તગડા પગાર વાળી નોકરી છોડીને પિતાના ખેતીના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. ત્યારે તેના નવા ક્ષેત્રમાં જમ્પની બહુ ચર્ચા થઇ હતી. તેને કોલેજના સમયથી ખેતીમાં રસ હતો. તે ખેતીમાં આધુનિક મશીનરોનો ઉપયોગ કરવા માંગતો હતો. મૈસુરમાં પોતાના ખેતરની પ્રોપર્ટી જોવા જતી વખતે રસ્તામાં એક  ઝાડ પરની લટકતી કેરી તોડતી વખતે અચાનકજ વિજળી ત્રાટકી હતી અને તે ઓન ધ સ્પોટ મોતને ભેટયો હતો. બેંગલરૂના આઈટી ક્ષેત્રમાં એ વાતે જોર પકડયું છેકે તેને મોત બોલાવતું હતું માટે તે તગડો પગાર છોડીને ખેતી કરવા ગયો અને મોતને ભેટયો હતો.


હીટવેવ..પક્ષીઓના મોટાપાયે મોત

હીટવેવ મૂંગા પ્રાણીઓ માટે અસહ્ય બની ગયો છે. છત્તીસગઢ સહીતના રાજ્યોમાં ચામાચીડીયા, કાગડા જેવા પક્ષીઓ ગરમી સહન નહીં કરી શકતા ક્યાંતો બેભાન થઇને પડી જાય છે કે મોતને ભેટે છે. છત્તીસગઢમાં ૭૦૦ જેટલા પક્ષીઓ મોતને ભેટયા છે. ચામાચીડીયા ગરમી સહન નહીં થતા ટપોટપ પડી રહ્યા છે. ચામાચીડીયા તેમના પગની પકડ ગુમાવી રહ્યા છે. છેલ્લા ત્રણ ચાર દિવસમાં ચામાચીડીયા અને કાગડા વૃક્ષો પરથી નીચે પડીને મોતને ભેટી રહ્યા છે. ચામાચીડીયા પોતાના માટે સલામત જગ્યા શોધી લે છે પણ ગરમ પવનના સૂસવાટાનો સામનો તે કરી શકતા નથી અને ઝાડપરની પકડ ગુમાવી બેસે છે. છત્તીસ ગઢના કોરબા જીલ્લામાં ૨૦૦ જેટલા ચામાચીડીયા મરેલી હાલતમાં મળી આવ્યા હતા.


15 કરોડ રૂપિયાના લકઝરી હોમ

ગુડગાંવ ખાતે ૧૫ કરોડ રૂપિયાના લકઝરી હોમ માટે ગોદરેજ  અને ટાટા ગૃપે હાથ મિલાવ્યા છે.  ગુડગાંવના સેક્ટર ૩૦ નજીક ગોલ્ફ કોર્સ નજીકની જમીન પર પ્રોજેક્ટ આકાર લેશે. જે લોકો ગુડગાવમાં લકઝરી હોમ ખરીદવા માંગે છે તેમના માટે આ સ્કીમ આકર્ષણ ઉભું કરી રહ્યો છે. પ્રોજેક્ટ માટે ટાટા અને ગોદરેજે હાથ મિલાવતા બાંધકામ સમયસર તૈયાર થશે એમ ખરીદનારાઓ સમજી રહ્યા છે.

ગોલ્ફ કોર્સ રોડ પર આવા ત્રણ નવા પ્રોજક્ટ તૈયાર થઇ રહ્યા છે. ગોદરેજ પ્રોપર્ટી અને ટાટા પ્રોજેક્ટસે પહેલીવાર હાથ મિલાવ્યા છે. પ્રોજેક્ટમાં બે ટાવર બનાવાશે જે અલ્ટ્રા લકઝરી સાથે સંકળાયેલા હશે.


બ્યુટી માર્કેટમાં K-beautyની બોલબાલા

બ્યુટીના માર્કેટમાં કે.બ્યૂટીના(ણ-મીચેાઅ) નામે ઓળખાતી કોરીયનની બ્યૂટી પ્રોડક્ટ્સની ડિમાન્ડ જોવા  મળે છે. નાયકાએ પણ તેના પોર્ટફોલિયામાં  SK-II પ્રોડક્ટને સમાવી છે. યુવા ગ્રાહકોમાં કે બ્યૂટીની ડિમાન્ડ જોવા મળે છે. માયન્તરા, એમેઝોન ઇન્ડિયા, નાયકા અને ટીરા જેવા ઓનલાઇન રીટેલરો પણ કે બ્યૂટીનો સમાવેશ કરી રહ્યા છે. જાપાનની પ્રોડક્ટને એક તબક્કે જે-બ્યૂટી તરીકે ઓળખાતી હતી. ભારતમાં કે .બ્યૂટીને નવી જનરેશન મંગાવી રહી છે. કોરીયન સિરમ, શીટ માસ્ક વગેરે સ્કીન માર્કેટમાં બહુ અસરકારક રિઝલ્ટ આપી રહ્યા છે. કેટલાક લોકો જે-બ્યૂટી તરફ વળેલા છે પરંતુ નવું જનરેશન  કે-બ્યૂટીનુ દિવાનું છે એમ કહી શકાય. કોરીયન સ્કીન પ્રોડક્ટનું પ્રમોશન ભારતની બ્યૂટી સાઇટ મારફતે થઇ રહ્યું છે.