વિવિધ પ્રકારના પોલિશીસ અંગે વિસ્તૃત માહિતી

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
(ગતાંકનુ ચાલુ)
* પોલિશીસ એટલે શું ? પોલિશીસ એટલે લીકવીડ અથવા સેમિ-લીકવીડ મિક્સર જે સ્મૂથનેસ, સરફેસ પ્રોટેક્શન અથવા ડેકોરેટીવ ફીનિશીંગ આપે તેને પોલિશ કહેવાય છે. દરેક પોલિશ વેજીટેબલ વેક્સમાંથી બનાવી શકાય છે. જેવા કે કાર્નુબા અને કેન્ડેલીલા વેક્સ, સોફ્ટનર, ફીલર, પીગમેન્ટ, ઇમલસીફાયર, સોલવન્ટ અને આલ્કોહોલ પ્રકારના દ્રાવણો વાપરી પોલિશીસ બનાવી શકાય છે.
* શૂઝ પોલિશના કી-ઈનગ્રેડીએન્ટ : કાર્નુબા વેક્સ, માઈક્રોક્રિસ્ટલાઈન વેક્સ, ટર્પેન્ટાઈન ઓઈલ, બેન્ઝીન લમ્પસ બ્લેક કલર વડે શૂઝ પોલિશ બનાવી શકાય છે.
* શૂઝ ડ્રેસીંગ ના કી-ઈનગ્રેડીએન્ટ : બીઝ વેક્સ, નોન-આયોનિક, પોટેશિયમ કાર્બોનેટ, લમ્પસ બ્લેક કલર, પાણી વડે શૂઝ ડ્રેસીંગ બનાવી શકાય છે.
* રસ્ટ શૂઝ પોલિશના કી-ઇનગ્રેડીએન્ટ : બીઝ વેક્સ, લીનસીડ ઓઈલ, ટર્પેન્ટાઈન વડે રસ્ટ શૂઝ પોલિશ બનાવી શકાય છે.
* પ્રવાહી ક્રીમના કી-ઈનગ્રેડીએન્ટ : ઓલીવ ઓઈલ, ઇમલશીફાયર, પાણી, આર્યન સલફેટ, આઈવરી કલર વડે પ્રવાહી ક્રીમ બનાવી શકાય છે.
* ચેતવણી : આ દરેક રસાયણો જ્વલનશીલ હોય, આગથી દુર રહી કામ કરવું.
* લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ તેમજ એક્સપ્લોઝીવ ઓથોરિટીઝ ઇઝ એ મસ્ટ (સંપૂર્ણ)








