Magazines

બામ્બુમાંથી મેળવાતા એકટિવેટેડ કાર્બન વિશે માહિતી

By GS Team
17 Aug 20252 mins read
This article was originally published on 17 Aug 2025
બામ્બુમાંથી મેળવાતા એકટિવેટેડ કાર્બન વિશે માહિતી

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

ગુજરાતમાં આવેલ રાજપિપળા અને આજુબાજુના ફોરેસ્ટ (જંગલ)માં લોપ્સ અને લોપ્સ ઓફ ટીકવુડમાંથી બનતા એકટિવેટેડ ચારકોલ (કાર્બન) ઈન્ડસ્ટ્રીઓએ એકટિવેશન ચારકોલ બનાવવાની શરૂઆત કરી છે. પરંતુ આ કાર્બનમાં વધારે પ્રમાણની એસ અને વધારે પ્રમાણમાં આ એસ એસિડમાં અનસોલ્યુબલ છે. આ ચારકોલ લો-એસિડ અને લો-એસ સોલ્યુબલ પ્રકારના ન હોવાને કારણે ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ માટે અયોગ્ય સાબિત થયેલ છે. લો-એસ અને લો-એસિડ સોલ્યુબલ એકટિવેટેડ ચારકોલ ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ અગત્યનું રસાયણ છે ત્યારે બીજા સ્ટેટ જેવાકે ઉત્તર પ્રદેશના ઝાડમાંથી મેળવાતા એકટિવેટેડ કાર્બન સિન્થેટીક ડ્રગ અને એન્ટીબાયોટિક યુનિટ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થયેલ છે.

ૂબામ્બુ એ જંગલોમાં ઉગતા ઝાડ હોય છે. બામ્બુ એકટિવેટેડ કાર્બન (ચારકોલ) મેન્યુફેકચરીંગ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થયેલ છે. બામ્બુમાંથી એકટિવેટેડ કાર્બન બનાવવા માટે સૌપ્રથમ બામ્બુના રોપ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ પાસેથી મેળવવામાં આવે છે. બામ્બુ ઉગાડવા માટે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ તરફથી પરમિશન લેવામાં આવે છે. ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ બામ્બુ ઉગાડવા માટે જગ્યા લીઝ ઉપર ફાળવી આપવાનું કામ કરે છે. ત્યારબાદ પરમિટ અને લાઇસન્સ ઇન્ડીવીઝીઅલ ઈસ્યુ કરી આપે છે. ત્યારબાદ રોપણી કરવામાં આવે છે. રોપણી બાદ ત્રણ વર્ષે હાર્વેસ્ટીંગ કરી લેવામાં આવે છે. ત્યારબાદ બામ્બુમાંથી એકટિવેટેડ કાર્બન બનાવી શકાય છે. પરંતુ આ પ્રકારના એકટિવેટેડ કાર્બન મેન્યુફેકચરો મોટા પ્લેઅરો હોતા નથી કે જે બામ્બુનું મોટા પાયે કલોરિનેશન, કાર્બોનાઈઝેશન અને એકટિવેશન કરી શકે. પરંતુ અમુક બહારની મદદથી આ પ્રોજેક્ટો પૂર્ણ કરી શકાય છે.

બામ્બુને પાર્ટલી કાર્બોનાઇઝેશન માટેનું ટેમ્પ્રેસર ૧૮૦ સે.ગ્રેડ તાપમાન રાખવામાં આવે છે. અને ૪૫૦ સે.ગ્રેડ તાપમાને ફીનિસ કરવામાં આવે છે. તેમાંથી બામ્બુ ઓઇલ અને વિનેગારને અહીં ડીસ્ટીલેશન કરવામાં આવે છે. અહીં ડીસ્ટીલેશનને ખૂબ જ સંભાળપૂર્વક કરવામાં આવે છે.

ચારકોલને રિફાઇન કરવાથી ક્વોલિટીમાં સુધારો થાય છે. તેમજ ૩૫૦ સે.ગ્રેડ તાપમાને ચારકોલનો સરફેસ એરિયામાં વધારો થાય છે.

સારા પ્રકારના બામ્બુ ચારકોલ માટે મોઈચર કન્ટેન્ટ ખૂબ જ જરૂરી હોય છે. બામ્બુમાં મોઈચર કન્ટેન્ટ ઉપરના ભાગમાં હોય છે. નોન-યુનિફોમીટી કન્ટેન્ટ અને બલ્ક ડેન્સીટી વગરના બામ્બુ પ્રોડકશનમાં ફેઇલ જાય છે.

એકટિવ કાર્બન, એકટિવેટેડ ચારકોલ જે વુડ, નટસેલ, એનિમલ બોન ને ડીસ્ટીલેશન કરીને ચારકોલને મેળવવામાં આવે છે.

બામ્બુ ચારકોલ તેમજ વિનેગાર પ્રોડકશનમાં આજે ચાઈના ખૂબ જ આગળ છે. તેમજ તેનું માર્કેટીંગ નેટ વર્ક પણ ખૂબ જ વિશાળ બની રહ્યું છે.

લાઇસન્સ ઃ ધ લાઇસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ એકસ્પ્લોજીવ અને પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.