Magazines

વિવિધ પ્રકારના પોલિશીસ અંગે વિસ્તૃત માહિતી

By GS TEAM
7 Jun 20261 min read
વિવિધ પ્રકારના પોલિશીસ અંગે વિસ્તૃત માહિતી

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

* પોલિશીસ એટલે શું ? પોલિશીસ એટલે લીકવીડ અથવા સેમિ-લીકવીડ મિક્સર જે સ્મૂથનેસ, સરફેસ પ્રોટેક્શન અથવા ડેકોરેટીવ ફીનિશીંગ આપે તેને પોલિશ કહેવાય છે. દરેક પોલિશ વેજીટેબલ વેક્સમાંથી બનાવી શકાય છે. જેવા કે કાર્નુબા અને કેન્ડેલીલા વેક્સ, સોફ્ટનર, ફીલર, પીગમેન્ટ, ઇમલસીફાયર, સોલવન્ટ અને આલ્કોહોલ પ્રકારના દ્રાવણો વાપરી પોલિશીસ બનાવી શકાય છે. * કાર્નુબા વેક્સ : આ વેક્સ સોલીડ ફોમમાં હોય છે. જે યેલો તેમજ બ્રાઉન-ગ્રે કલરમાં હોય છે. તેનો મેલ્ટીંગ પોઈન્ટ ૮૪-૮૬ સે.ગ્રે. ઉષ્ણતામાને ઓગળે છે. આ વેક્સ પાણીમાં ઓગળતું નથી. જે ઇથર, બોઈલીંગ, આલ્કોહોલ તેમજ આલ્કલીમાં ઓગળે છે.

* કેન્ડેલીલા વેક્સ : આ વેક્સ સોલીડ ફોમમાં હોય છે. જે યેલો તેમજ બ્રાઉન કલરમાં હોય છે. તેનો મેલ્ટીંગ પોઈન્ટ ૬૭-૬૮ સે.ગ્રે. ઉષ્ણતામાને ઓગળે છે. આ વેક્સ પાણીમાં ઓગળતું નથી. જે ક્લોરોફોમ, ટર્પેનટાઈન, કાર્બન ટેટ્રાક્લોરાઈડ, ટોલ્યુન અને આલકલીમાં ઓગળે છે.

* સોલવન્ટ : સોલવન્ટ એટલે તેના મોલેક્યુલર પદાર્થને ઓગાળે, યુનિફોમ ડીસપર્સ કરે તેને સોલવન્ટ કહેવાય છે. સોલવન્ટના પ્રકારમાં પોલાર અથવા નોન-પોલાર, જેમાં હાઈડ્રોકાર્બન સોલવન્ટ, નોન-પોલાર હોય છે. બીજા પ્રકારના સોલવન્ટમાં ઇસ્ટર, ઇથર, કેટોન, એમાઈન, નાઈટ્રેટ અને ક્લોરીનેટેડ હાઈડ્રોકાર્બન હોય છે.( ક્રમશઃ)