Magazines

નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજાર તા.22થી 24 મહત્ત્વની ટર્નીંગ

By GS TEAM
21 Jun 20262 mins read
નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજાર તા.22થી 24 મહત્ત્વની ટર્નીંગ

- ચાર્ટ સંકેત -અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૭૬૮૦૨.૯૦) ૭૩૩૧૮.૯૪નાં બોટમથી સુધારા તરફી છે. તા.૨૨થી ૨૪ ગેનની ટર્નીંગનાં દિવસો ગણાય. ઉપરમાં ૭૭૪૯૨, ૭૭૮૫૫, ૭૮૨૪૦, ૭૮૬૧૦, ૭૮૯૯૦, ૭૯૩૬૭ સુધીની શક્યતા. નીચામાં ૭૬૪૬૯ નીચે ૭૫૯૭૦ તુટે તો ૭૫૬૦૦ સુધી આવી શકે.

બેંક નિફટી ફયુચર (૫૭૮૬૧.૬૦) ૫૨૮૭૨.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૮૦૫૦ ઉપર ૫૮૦૯૦, ૫૮૮૦૦, ૫૯૫૨૦ સુધીની શક્યતા. નીચામાં ૫૬૫૬૦ સપોર્ટ ગણાય. જેની નીચે ૫૫૬૫૦ આસપાસ આવી શકે.

 નિફટી ફયુચર (૨૪૦૫૬.૯૦)૨૩૧૦૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૪૨૧૦ ઉપર ૨૪૨૩૦, ૨૪૩૩૦, ૨૪૪૨૦, ૨૪૫૧૦, ૨૪૬૦૪ સુધીની શક્યતા. નીચામાં ૨૩૯૪૮ નીચે ૨૩૮૫૦, ૨૩૭૬૦, ૨૩૭૧૦ સપોર્ટ ગણાય.

સીડીએસએલ  (૧૩૭૦.૩૦) ૧૧૮૩નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૮૫ ઉપર ૧૩૯૭ કુદાવે તો ૧૪૦૧ અંતિમ પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં ૧૩૨૩ નીચે ૧૨૮૯, ૧૨૬૩ પેનીક સપોર્ટ ગણાય.

સીએએમએસ (૮૨૩.૧૫) ૭૨૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૮૩૬ ઉપર ૮૪૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૯૮ નીચે ૭૮૦ સપોર્ટ ગણાય.

એચડીએફસી બેંક(૭૭૯.૮૦) ૭૧૨.૨૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૭૮૯ ઉપર ૮૦૭ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર સંગીન સુધારો જોવાય. નીચામાં ૭૬૮ નીચે ૭૬૧ સપોર્ટ ગણાય.

ધ ઈન્ડિયન હોટલ (૭૨૪.૭૫) ૫૬૫નાં બોટમથી સુધારા તરફી છે ઉપરમાં ૭૨૯ ઉપર ૭૪૯, ૭૬૭ સુધીની શકયતા. નીચામાં ૬૯૮ નીચે ૬૯૦ સપોર્ટ ગણાય.

મેક્સ હેલ્થકેર (૧૦૯૪.૭૫) ૯૧૯.૮૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૧૦૨ ઉપર ૧૧૧૧ કુદાવે તો સંગીન સુધારો જોવાય. નીચામાં ૧૦૫૦ નીચે ૧૦૩૩ સપોર્ટ ગણાય.

પીએનબી (૧૦૮.૭૭) ૯૫.૭૧નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૧૦ ઉપર ૧૧૩ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૧૧૬, ૧૨૦, ૧૨૩ સુધીની શક્યતા. નીચામાં ૧૦૬ સપોર્ટ ગણાય. જેની નીચે ૧૦૩ સપોર્ટ ગણાય.

જે આવી રહ્યાં છે, હવામાં ઊડેે છે,

તમે રસ્તે જાજમ બિછાવી શું કરશો?. રીના પરીખ.