Magazines

વોલેટાઈલ બજારમાં સ્ક્રીપ આધારીત વેપાર કરવો હિતાવહ

By GS TEAM
7 Jun 20262 mins read
વોલેટાઈલ બજારમાં સ્ક્રીપ આધારીત વેપાર કરવો હિતાવહ

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૭૪૨૪૩.૩૪) ૭૯૩૬૭.૦૮ના ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૪૮૬૨, ૭૫૨૬૭ ઉપર સુધારા તરફી ગણાય. નીચામાં ૭૩૪૯૨ નીચે ૭૩૦૦૦ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (૫૪૭૮૧.૬૦) ૫૨૮૭૨.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૫૨૦૦  ઉપર ૫૫૬૦૦, ૫૬૩૨૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૩૮૨૭, ૫૨૯૦૦, ૫૨૮૭૨ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (૨૩૪૫૧.૭૦)૨૪૬૦૪નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૩૬૫૦, ૨૩૭૬૫ ઉપર સુધારા તરફી ગણાય. નીચામાં ૨૩૩૨૦, ૨૩૨૯૦, ૨૩૧૮૦, ૨૩૧૫૦ સુધીની શક્યતા.

ઈટર્નલ (૨૫૬.૫૦) ૨૩૩.૬૧નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૬૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૪૪ સપોર્ટ ગણાય.

એમ્બેસી ડેવલપમેન્ટ (૫૮.૫૯) ૭૫.૯૭નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૬૨ ઉપર  બંધ આવે તો સુધારા તરફી ગણાય. નીચામાં ૫૭.૫૦, ૫૫.૩૬ તુટે તો ૫૩.૧૦, ૫૦.૯૦, ૪૮.૫૦ સુધીની શક્યતા. ઘટાડે રોકાણ કરી શકાય.

ગેઈલ (૧૬૭.૪૦) ૧૫૧.૭૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૭૨  ઉપર ચાલશે તો સંગીન સુધારો જોવાશે. નીચામાં ૧૬૨ સપોર્ટ ગણાય.

સમ્માન કેપીટલ (૧૮૪.૨૮) ૧૩૪.૭૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૯૨.૩૪ સુધી આવી ગયો. ૧૯૩ ઉપર ૧૯૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૭૭ નીચે ૧૭૨ સપોર્ટ ગણાય.

આઈએફસીઆઈ (૭૯.૬૦) ૪૬.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. ૮૦ની ધારણા પુરી થઈ છે. ૮૩.૪૪ સુધી આવી ગયો. ૮૪ ઉપર ૮૮ અને ૯૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૫ નીચે ૭૧ સપોર્ટ ગણાય. નવું લેનારે સાવચેત રહેવું. 

એચએફસીએલ (૧૮૭.૨૩)  ૫૯.૮૨નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૦૮.૯૮ સુધી આવી ગયો. ઉપરમાં ૧૯૨, ૧૯૮, ૨૦૫, ૨૧૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૮૪ નીચે ૧૭૮ સપોર્ટ ગણાય. જેની નીચે  નફારૂપી વેચવાલી આવી શકે.

અઘીરો છે તને ઈશ્વર બધુંય આપવા માટે,

તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે?

અનિલ ચાવડા