વ્યાયામ શરૂ કરતાં પૂર્વે આટલું ધ્યાન રાખો
આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પાસે પૂરતો સમય નથી હોતો, માટે જ ઓછા સમયમાં શરીરને પૂરતી કસરત આપી શકાય, સ્નાયુનો વિકાસ થઈ શકે. તાકાત અને રોગપ્રતિકારક ક્ષમતા પણ વધી શકે માટે આટલું કરો.
૧ સ્ટેપ: નિયમિતતા જાળવો
* વિકએન્ડમાં નિષ્ણાતની સલાહ લઈ વર્કઆઉટનું એક કમ્પ્લીટ સેશન ચોક્કસથી લો અને બિઝી શિડયુઅલ હોય તો અઠવાડિયાના ઓછામાં ઓછા ૩ દિવસ કસરત કરો.
* વર્કઆઉટ કર્યું હોય ત્યારે અને ન થઈ શક્યું હોય તે દિવસો દરમિયાન એનર્જી લેવલમાં કેટલો ફેરફાર થતો હોય છે તેનું ધ્યાન રાખો.
* વર્કઆઉટ શરૂ કર્યા બાદ રોજિંદા કામ પ્રત્યેની રુચિમાં કોઈ ફેરબદલ થયો છે કે નહિ તે જુઓ.
* એક્સર્સાઈઝ કર્યાના દિવસોમાં ઉત્સાહ અને એનર્જીમાં ફેરફાર જણાય છે કે નહિ તે જુઓ.
* કેટલાક લોકો વર્કઆઉટ કરવાનું શરૂ કરીને છોડી દેતા હોય છે અથવા બીજા અઠવાડિયે વધારે કરી લઈશ એની માનસિકતા ધરાવે છે, પરંતુ એક વાર બ્રેક પડવાથી બીજા અઠવાડિયે પણ છોડી દેવાના ચાન્સ વધી જાય છે. માટે શિડયુઅલ ન સચવાતું હોય તો ૧૦ મિનિટની રેગ્યુલર રૂટિન એક્સર્સાઈઝ કરવાનું રાખો.
૨ સ્ટેપ: શરીરને સમજો
* વ્યસ્તતા હોય તો પણ એક્સર્સાઈઝનો સમય ઓછામાં ઓછો ૩૦ મિનિટ સુધીનો રાખો જેથી શિડયુઅલ લાંબા સમય સુધી જાળવાઈ રહેશે અને વર્કઆઉટનો સમય મિસ નહિ થાય.
* વધુ સમય સુધી કસરત કરવાથી ક્યારેક મસલ્સ વધારે મજબૂત બને છે, પણ વધુ ખોરાકને કારણે ફેટ વધવાની શક્યતાઓ વધી જાય તો ડાયટ પર કંટ્રોલ રાખો.
* શરીરના દરેક અંગને યોગ્ય મૂવમેન્ટ અને કસરત મળે એ રીતે વિકમાં ૩ વખત વર્કઆઉટ કરવું પૂરતું છે. દરેક મસલ્સ ગૂ્રપમાં આ રીતે કસરત કરવાથી ૩ મહિનામાં મસલ્સની સારી વૃદ્ધિ થઈ શકે છે અને એનાથી ચરબીનું પ્રમાણ પણ ઓછું થઈ શકે છે.
* વારંવાર સેશન ન બદલો તેનાથી જોઈએ એટલો ફાયદો નહિ થાય.
૩ સ્ટેપ: યોગ્ય રૂટિન ટાળવો
* રનિંગ અને સાઈકલિંગ સૌથી બેસ્ટ રહે છે. એ બાબતનું ધ્યાન રાખો કે ઝડપથી ૧૫ મિનિટ દોડવાથી જે ફાયદો થાય છે તે જ ૩૦ મિનિટ સ્લો જોગિંગ કરવાથી પણ મળી શકે છે.
* જો મસલ્સ વધારવા હોય તો વેઈટ લિફ્ટિંગ પ્રોગ્રામ બનાવો, પરંતુ વધારે પડતું વજન ઊંચકવાથી તમારા મસલ્સને નુકસાન પહોંચી શકે છે તેથી શરીરનું વજન, બંધારણ અને કેપેસિટી ઓળખીને જ પ્રોગ્રામ ડિઝાઈન કરો.
એક જીમના ઈન્સ્ટ્રક્ટર જણાવે છે કે વર્કઆઉટ કરતી વખતે કંફરટેબલ કોસ્ચ્યુમ હોવું જરૂરી છે. જે પણ મસલ્સની એક્સર્સાઈઝ કરો તે બોડીપોઈશ્ચરની સાથે મેચ થવી જોઈએ અને તેનું જ્ઞાાન હોવું જોઈએ.
એક્સર્સાઈઝ કરતી વ્યક્તિએ દિવસમાં થોડા ડ્રાય ફ્રૂટ લેવા જોઈએ. કોઈ પણ વ્યક્તિએ વીકમાં બેથી ત્રણ દિવસ કાઢીને ૪૫ મિનિટ કસરત કરવી જોઈએ જેથી હેલ્ધી રહી શકાય.