Magazines

આધુનિક યુગની પ્રેમની નવી પરિભાષા

By GS Team
3 Aug 20264 mins read
આધુનિક યુગની પ્રેમની નવી પરિભાષા

આધુનિક યુગમાં ડેટિંગનો મતલબ ફક્ત એક યુવક-યુવતી સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરે અનેે એકબીજાને સમજીને આજીવન સાથે હેવાનો ફેંસલો કરે એ નથી. હવે ડેટિંગની સાથેસાથે નવા-નવા ટ્રેન્ડ જોડાઇ ગયા છે એટલું જ નહીં રિલેશનશિપમાં પણ નવા શબ્દોનો ઉલ્લેખ થવા લાગ્યો છે. જૅ અહીં જણાવામાં આવ્યા છે :
ઓબિટિંગ
સંબંધ તૂટયા પછી એટલે કે બ્રેકઅપ પછી પણ સોશયલ મીડિયા પર એક્સ ફોલો કરતો હોય, પોસ્ટ પર કોમેન્ટ આપતો હોય પરંતુ ફોન પર વાતચીત તેમજ સંપર્કમાં ન રહેવું,હળવું-મળવું નહીં ફક્ત વચ્યુઅલ જ જોડાયેલા રહેવાનો મતલબ તે ઓબિટિંગ કરી રહ્યો હોવાનું કહેવાય છે.
પરંતુ કોઇની પણ જિંદગી સાથે આમ થવું જોખમી છે. તેનો મતલબ છ ેકે, તમારા પાર્ટનર સાથે બ્રેકઅપ થયા પછી પણ તે તેના એક્સના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા ઉત્સાહિત હોય છે. આવા પાર્ટનરને અનફોલો કરવાની જ સલાહ છે. જેથી તેની આડકતરી હાજરી પણ વ્યક્તિને ભાવુક બનાવી નહીં.
ઘોસ્ટિંગ
જ્યારે કોઇ સંબંધનો અંત કારણવગર આવે એટલે કે સામેવાળી વ્યક્તિ અચાનક જ વાતચીત કરવાનું બંધ કરી દે. ફોનના ઉત્તર આપવાનું જરૂરી ન સમજે તેમજ આમ કરવાના કારણની પણ સ્પષ્ટતા ન કરે તેનો મતલબ એ સામેવાળી વ્યક્તિના જીવનમાંથી ભૂતની માફક ગાયબ થઇ જવાને ઘોસ્ટિંગ કહેવામાં આવે છે. આ ફક્ત પ્રેમી યુગલ સાથે જ નહીં પરંતુ મિત્રો, સંબંધીઓ તેમજ પરિવારજનો સાથે પણ આવું થતું હોય છે.
બ્રેડક્રમ્બિંગ
બ્રેડક્રમ્બિંગનો મતબલ છે પ્રેમી યુગલમાંનો એક પાર્ટનર મીઠી મીઠી વાતો અને રોમેન્ટિક પણ હોય પરંતુ ગંબીર કમિટમેન્ટ આપવાથી દૂર રહેવા માંગતો હોય ને બ્રેડક્રમ્બિંગ કહેવામાં આવે છે. આવી વ્યક્તિ સામાન્ય રીતે પાર્ટનરની વાતો ટાળતો હોય છે. તેમજ તેની સાથે સ્પષ્ટ વાતચીત કરતો હોતો નથી. આવી વ્યક્તિ સંબંધ તોડવા પણ નથી માંગતી હોતી તેમજ સંબંધને આગળ વધારવામાં પણ રસ દાખવતી હોતી નથી. આવી વ્યક્તિ સતત પાર્ટનરમાં સંપર્કમાં રહેતી હોય છે. સંદેશા પાઠવા, ફોન પર વાતચીત, સોશયલ મીડિયા પર લાઇક અને કોમેન્ટ કરતા રહેવું. પરંતુ તે પોતાના પાર્ટનરને મળવા માટે અથવા તો સંબંધને આગળ વધારવાની વાતનો રિસપોન્સ આપવામાં આવતો હોતો નથી. આ વ્યવહાર પાર્ટનરની સામેની વ્યક્તિઓની ભાવના પર ગંભીર અસર કરે છે.તે માનસિક રીતે તાણ અનુભવવા લાગે છે.
કુશનિંગ
રિલેશનશિપમાં કુશનિંગનો મતલબ પાર્ટનર એક નહીં પરંતુ બે વ્યક્તિ સાથે સંબંધ ધરાવતો હોય છે. જ્યારે અચાનક કોઇ વ્યક્તિ બ્રેકઅપ કરે અથવા તો છૂટાછેડા લે ત્યારેએ વ્યક્તિ જીવનમાં એકલો ન રહે અન ેતેની સાથે ભાવનાત્મક રીતે અન્ય કોઇ જોડાયેલું હોય.મતલબે તમે કોઇના ખભ્ભાનો ઉપયોગ એ કુશન તરીકે કરો અને એના ખભ્ભા પર માથું મુકીને રડીને હળવા થઇ શકો.જે પોતાને જીવનમાં અસુરક્ષિત હોવાની લાગણી અનુભવતા હોય છે તેવી વ્યક્તિ કુશનિંગ કરતી હોય છે.
લવ બોમ્બિંગ
આ પ્રેમમાં એક એવી સ્થિતિ છે જે માં ચાહનાર વ્યક્તિ સામેની વ્યક્તિની લાગણીઓ પ્રત્યે ઉત્સાહ દાખવતો હોય છે. તેના જીવનમાં રહેલા પાર્ટનરની લાગણીઓને સ્વીકારે છે અને માન આપે છે. તે સામેની વ્યક્તિ તેના જીવનમાં મહત્વની છે તેનો પણ અનુભવ કરાવે છે. તે પોતાના પાર્ટનરને ભરપુર પ્રેમ કરે છે. પરંતુ વાસ્તવમાં તે પોતાના પાર્ટનરને પોતાના ઇશારા પર નચાવતો હોય છે. તે ખરેખર પ્રેમ કરતો હોતો નથી. તે પોતાની વાતો મનાવવા માટે અને પ્રેમને હથિયાર તરીકે ઉપયોગ કરતો હોય છે. તે વાસ્તવમાં ખરો પ્રેમ નહીં પરંતુ પોતાના પાર્ટનરને ટ્રેપ કરતો હોય.
સિચ્યુએશનશિપ
સિચ્યુએશન શિપમાં બે વ્યક્તિએક બીજાની જરૂરિયાતો પુરી કરવા માટે સાથે રહેતા હોય છે. તેમાં બને એક-બીજા સાથે હરવા-ફરવા, લંચ-ડિનર માટે જતા હોય છે. જોકે વાસ્તવમાં તેમના સંબંધનું કોઇ નામ હોતું નથી. કોઇ પણ શરત વગર બન્ને એક-બીજા સાથે જોડાયેલા હોય છે.જોકે આ સંબંધમાં બે માંથી એક પણ વ્યક્તિ લોકોને પોતાના સંબંધ માટે જણાવવા ઉત્સુક હોતા નથી. તેઓ એકબીજાને કોઇ પણ પ્રકારના પ્રશ્રના ઉત્તર માટે બંધાયેલા હોતા નથી. આવી સ્થિતિ સામાન્ય રીતે ભૂતકાળના બ્રેકઅપને કારણે ફરી એ જ તાણમાંથી પસાર ન થવુ ંપડેની તકેદારી તરીકે અપનાવવામાં આવતી હોય છે. બેંચિંગ
બેંચિગ
બેંચિંગનો મતલબ છે કે તમે જે વ્યક્તિને પસંદ કરતા હો પરંતુ તમારું નામ તેની વેટિંગ લિસ્ટની યાદીમાં સામેલ હોય છે. આવા ટ્રેન્ડમાં જ્યારે કોઇને ડેટ કરવામાં આવતી હોય છે અને તેને સેકન્ડ ચઓઇસમાં વેટિંગમાં રાખવામાં આવતી હોય છે. આવી અન્ય પસંદગીની વ્યક્તિ સાથે કદી સંદેશા પાઠવતો હોય છે તો તેની સાથે આઉટિંગ પર પણ જતા હોય છે. પરંતુ સંબંધ વિશે ગંભીરતાથી વાત કરતો હોતો નથી.
વાઇલ્ડફ્લાવરિંગ
આ ટ્રેન્ડ આજની યુવા પેઢીનો ચર્ચિત ટ્રેન્ડ છે. જેમાં તેઓ ટેટિંગ એપ્સના ઉતાવળા સ્વાઇપ કલ્ચર અને કમિટમેન્ટના દબાણીથી દૂર રહેવા માંહતા હોય છે.
ફ્રીક મેચિંગ
પરફેક્ટ જીવન સાથીની બદલે પાર્ટનર અતરંગી એટલે કે સામાન્ય વ્યક્તિત્વ કરતા થોડો હટકે હોય તેને પસંદ કરતા બોય છે.
કોરમેન્સ
કોરમેન્સનો મતલબ છે રોજિંદા જીવનના બોરિંગ કાર્યોને રોમાન્સમાં બદલાવી દેવા.
સાથે મળીને ગ્રોસરીની શોપિંગ કરવી, ઘરની સફાઇ કરવી,અથવા તો રસોઇમાં મદદ કરવી જેવી પરિસ્થિતિઓને આધુનિક યુવાનોએ એક પરફેક્ટ ડેટ બનાવી દીધી છે.
ક્વાન્ટમ ડેટિંગ
આ એક નવો ટ્રેન્ડ છે. જે આધુનિક ડિજિટલ દુનિયાઅને ઉર્જાના સંતુલન પર આધારિત છે. તેમાં લોકો એકબીજા સાથે જોડાવાની બદલે પોતાના વિચારો અને લાઇફસ્ટાઇલને બહેતર બનાવવા માટે યોગ્ય સમય અને ઉર્જાની રાહ જુવે છે.
શ્રેકિંગ
આ એક ચાલાકીવાલો ટ્રેન્ડ છે. જેમાં લોકો જાણીબુઝીને પોતાના કરતાં ઓછી આકર્ષક અથવા તો નીચા સ્ટાન્ડર્ડવાળી વ્યક્તિને ડેટ કરતા હોય છે.જેથી સંબંધમાં હંમેશા પોતાનું જ દબાણ અને નિયંત્રણ રહે.

  • જયવિકા આશર