Magazines

સ્ટાલિશ નેકલાઈન સાથે મેળ ખાતો નેકલેસ .

By GS TEAM
22 Jun 20262 mins read
સ્ટાલિશ નેકલાઈન સાથે મેળ ખાતો નેકલેસ                                 .

મહિલાઓને સંપૂર્ણ તૈયાર થઈ ગયા પછી સૌથી વધુ સતાવતો પ્રશ્ન હોય છે કે, ''હવે ગળામાં શું પહેરું?'' આ ડ્રેસ સાથે શું શોભશે? અથવા જે હાર કે ચેન પહેર્યો હોય તે સારો ન દેખાતો હોય અને બીજો ટ્રાય કરવા જેટલો સમય ન બચ્યો હોય. વાચક બહેનો, આવો આજે ડ્રેસ કે બ્લાઉઝના કયાં ફેશન સ્ટાઈલની નેકલાઈન (ગળા ફરતેની ડિઝાઈન) સાથે કેવા પ્રકારનો નેકપીસ (ગળા ફરતે પહેરવાનો દાગિનો) સારો લાગશે તે જોઈએ. 

બટન અપ શર્ટ 

ક્લોઝ નેકલાઈન ધરાવતા કૉલરને બટન વડે બંધ કરી શકાતા નેકને બટનઅપ શર્ટ તરીકે ઓળખાય છે. બટનઅપ શર્ટ સાથે મોટાં પેન્ડન્ટવાળો ટૂંકો ચેન માફક આવશે. ચેનનો પાતળો ભાગ શર્ટના કૉલરથી ઢંકાઈ જતો હોય છે. તેથી મિડલમાં ફક્ત બ્રાઈટ પેન્ડન્ટ નજરે પડે છે. તેથી પેન્ડન્ટ હંમેશા થોડું ચમકીલું રાખવું.

સ્ટ્રેપલેસ અને ટયુબ ટોપ્સ

શહેરોની કાળઝાળ ગરમીમાં સ્ટ્રેપલેસ અને ટયુબ ટોપ પહેરાતાં હોય છે. જેને આપણે 'શોલ્ડર લેસ' ટોપ તરીકે પણ ઓળખીએ છે. આવા નેકલાઈન ડ્રેસમાં પહેરનારના કૉલર બોન (ગળાંની બાજુના હાંડકા) દેખાતા હોય છે. આવી નેકલાઈન પર ગળાને ચીપકી રહેતા ચોકર ખૂબ જ એલિગન્ટ દેખાશે. ખભાનો ભાગ ખુલ્લો હોવાને કારણે ચોકર જેવા નેકપીસ તરત જ નજરે ચઢશે.

બોટનેક

બોટનેક એટલે કૉલર બૉન પાસેના બંને છેડે નેકલાઈનના લંબાવવામાં આવતા છેડાવાળી  નેક સ્ટાઈલ. ગળાની આસપાસથી ખભા સુધીની ચામડીને ખુલ્લી રાખતી નેકલાઈન સાથે ઝીણા મોતીની લાંબી માળા અથવા બીડ્સનો લાંબો નેકલેસ શોભી ઊઠશે. લાંબો નેકપીસ આડી નેકલાઈન પર તરત જ ધ્યાન ખેંચે છે.

સ્વીટ હાર્ટ નેકલાઈન

હાર્ટશેપ નેકલાઈન હંમેશા ઈનથીંગ રહી છે. આવી નેકલાઈન સાથે હંમેશા ગોળ પેન્ડન્ટ સરસ લાગે છે. પેન્ડન્ટની આજુબાજુ કોઈક કળાત્મક ડિઝાઈન હશે તો વધુ સરસ લાગશે.

ટર્ટલનેક અથવા પોલોનેક

શિફોનના ગળું ઢાંકી દેતા ટર્ટલનેક એકદમ ટચી લાગે છે. આ સ્ટાઈલમાં કોલર બોન્સ અને ગળાનો ઘણો ભાગ ઢંકાઈ જાતો હોય છે. અહીં ગળા ફરતે બંધબેસતો નેકલેસ કે ચેઈન પહેરવાનું ટાળો. જો પહેરવું જ હોય તો પાતળી ચેનમાં એકાદ મધ્યમ આકારનું પેન્ડન્ટ પરોવી પહેરો.

વી શેપ

આવા નેકલાઈન પર તેના 'વી' આકાર સાથે બંધ બેસતા આકારનો નેકપીસ પહેરવો પડશે. મધ્યમ લંબાઈ ધરાવતા ચેનમાં નાનકડું આયકેચી પેન્ડન્ટ સરસ દેખાશે.

સ્કુપ નેક

સ્કુપ નેક ગળા ફરતેના ઘણા ખરા ભાગને ખૂલ્લો રાખે છે. સ્કુપ નેક એટલે બ્રોડ રાઉન્ડ નેક. આવી નેકલાઈન સાથે તેના આકારનો મેચ થાય તેવો નેકપીસ પહેરવો. અહીં, ફક્ત ચેન સાથે પેન્ડન્ટ નહીં ચાલશે.  વ્યવસ્થિત ડિઝાઈન થયેલો નાનકડો હાર લાગે તેવો નેકપીસ પહેરવો પડશે.