Gujarat
વડોદરા: પ્રાણી ક્રુરતાના ગુનામાં વોન્ટેડ આરોપી બનાસકાંઠાથી ઝડપાયો
By GS Team
24 Mar 20221 min read
This article was originally published on 24 Mar 2022

વડોદરા,તા.24 માર્ચ 2022,ગુરૂવાર
વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકમાં પ્રાણી ક્રુરતાના ગુનામાં વોન્ટેડ આરોપી બનાસકાંઠાથી પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો હતો.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પોલીસ મથકમાં પાંચ વર્ષ પૂર્વે પ્રાણી પર ક્રુરતા આચરનાર કયુંમ રસીદ કુરેશી (રહે મંડાલી ગામ જીલ્લો મહેસાણા) સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ કયુંમ ફરાર હતો પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળી હતી. તેથી બનાસકાંઠાના ડીસા તાલુકાના ગવાડી ગામે અજગર પાર્કમાં પહોંચીને ટીમે કયુમને ઝડપી પાડયો હતો.




