For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ

Updated: Jan 6th, 2022

Article Content Image

રાજ્યમાં કોરોના વકરતા વડાપ્રધાન મોદીની સલાહ બાદ ગુજરાત સરકારનો નિર્ણય

સંક્રમણ ઉપરાંત, વિભાગોના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ અને સમજૂતી કરાર કરવા માટે અપેક્ષા પ્રમાણેના ઉદ્યોગોની અનિચ્છાના કારણે લેવાયેલો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના ઝડપભેર વધી રહેલા સંક્રમણની સિૃથતિમાં ગુજરાત સરકારના મહત્ત્વકાંક્ષી આયોજન દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ- 2022ને મોકૂફ રાખવાનો ડહાપણભર્યો નિર્ણય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી સૂચના પછી રાજ્ય સરકારે લીધો છે. આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 10મી જાન્યુઆરીથી શરૂ થતા આ કાર્યક્રમની મોકૂફીની જાહેરાત કરી હતી.

વધતા જતા સંક્રમણની સિૃથતિમાં આ કાર્યક્રમ યોજવા અંગે પ્રથમ અવઢવ અને પછી આયોજન પ્રમાણે આગળ વધવું જ એવી સિૃથતિ વચ્ચે વ્યાપક હિતમાં લીધેલો આ નિર્ણય 'દેર આયે દુરસ્ત આયે' જેવો બની રહ્યો છે. આ નિર્ણયના પગલે મહાત્મા મંદિરના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત જે વિવિધ કાર્યક્રમો યોજાવાના હતા તે તથા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, અનેય આિર્થક ઔદ્યોગિક ક્ષેત્ર સંબંધી પરિષદો સહિતના કાર્યક્રમો પણ સૃથગિત થઈ ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ગુજરાતને ઔદ્યોગિક અને આિર્થક ક્ષેત્રે વિશ્વ ફલક પર નોંધપાત્ર રીતે રજૂ કરવા, ગુજરાતમાં વૈશ્વિક મૂડીરોકાણ માટેનું યોગ્ય પ્લેટફોર્મ ઊભું કરવા 2003માં પહેલી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કર્યું હતું. આ સમિટે, એની વૈશ્ચિક છબિ ઊભી કરી હતી.

એટલું જ નહીં ગુજરાત પેટર્ન પર દેશનાં બીજાં રાજ્યોએ પણ આવી કે આ પ્રકારનાં આયોજનો શરૂ કર્યાં હતાં. આજ્યમાં છેલ્લે 2021માં વાઈબ્રન્ટ સમિટ કરવાનું આયોજન હતું પરંતુ કોરોનાની વૈશ્વિક મહામારીના સંદર્ભે યોજી શકાઈ નહોતી.

આ વર્ષે આયોજન પૂર્ણ સ્તરે પહોંચ્યું પણ કોનોના અને ઓમિક્રોનની ગુજરાત અને દેશમાં ઉત્પન્ન પરિસિૃથતિ તેમજ   વૈશ્વિક સ્તરે પણ મહામારી જે રીતે વકરી રહી છે તે જોતાં સમિટને મુલતવી રાખવાનું વલણ વધુ યોગ્ય હતું અને બધી પરિસિૃથતિનો વિચાર કર્યા પછી વડાપ્રધાને સીધી દરમિયાનગીરી કરી આ મહત્ત્વકાંક્ષી આયોજન હાલ પૂરતું મોકૂફ રાખવા જણાવ્યું હતું.

આમ થવાના કારણે હવે પછીના દિવસોમાં ઊભી થનારી સંભવિત પરિસિૃથતિમાં આ આયોજન નિમિત્ત ન બને, ટીકાપાત્ર ન બને તે હેતુથી લેવાયેલો એક સ્તુત્ય નિર્ણય બની રહેશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વાયબ્રન્ટ સમિટ મોકુફ રાખવાની જાહેરાત કરી છે. સમિટ મોકુફ રાખવાનું કારણ કોરોના કેસોમાં થઇ રહેલો વધારો દર્શાવવામાં આવે છે. પ્રવક્તાએ કહ્યું છે કે વિશ્વભરમાં કોરોના મહામારીના કેસો વધી રહી છે અને વિવિધ રાષ્ટ્રોમાં સંક્રમણ ફેલાઇ રહ્યું છે ત્યારે કોરોના અને ઓમિક્રોનના વાયરસનો ચેપ રાજ્યમાં ફેલાય નહીં તેની તકેદારી રાખીને સર્વગ્રાહી સમીક્ષાના અંતે વાયબ્રન્ટ સમિટ મોકુફ રાખવામાં આવી છે.

સચિવાલયના સૂત્રો જણાવે છે કે સચિવાલયમાં એક તરફ સમિટની તૈયારી ચાલી રહી છે ત્યારે વિશ્વના દેશોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે તે જોતાં આમંત્રિતો, બિઝનેસ ડેલિગેશન તેમજ ડિપ્લોમેટ્સ ગુજરાત સરકારે મોકલાવેલા આમંત્રણ રદ્દ કરી રહ્યાં હોવાથી આ સમિટ ફ્લોપ-શો બનીને રહી ન જાય તે પણ સમિટ મોકુફ રાખવાનું એક મહત્વનું કારણ માનવામાં આવે છે.

કોરોનાના કારણે મોઝામ્બિકના ડેલિગેશને સમિટમાં આવવાનો ઇન્કાર કરી દીધા પછી સરકારને ફાળ પડી હતી કે બીજા વિદેશી ડેલિગેશનો પણ જો આવવાની ના પાડશે તો સમિટ માત્ર ગુજરાત પુરતી સિમિત રહી જશે અને પરિણામ મળશે નહીં. મહત્વની બાબત એવી છે કે કેટલાક કેન્દ્રીય મંત્રાલયોના ટોચના અધિકારીઓ અને ગુજરાતના 12થી વધુ સિનિયર અધિકારીઓ પણ વાયબ્રન્ટ સમિટ યોજવાની તરફેણમાં જોવામાં આવ્યા નથી.

બીજી તરફ વાયબ્રન્ટ સમિટ સાથે સંકળાયેલા પાંચ સનદી અધિકારીઓ કોરોનાની ઝપટમાં આવી ચૂક્યાં છે. હવે મંત્રીઓને પણ કોરોના થવા લાગ્યો છે ત્યારે સરકારે સાવચેતીના પગલાં રૂપે તેમજ સંક્રમણ અટકે તે હેતુથી આ સમિટને મોકુફ રાખી છે. આટલું મોટા આયોજન વચ્ચે આવી રહેલા મહેમાનોમાં સંક્રમિતની સંખ્યા વધે તો તેમની સારવાર તેમજ આઇસોલેશનની વ્યવસ્થા કરવાની કપરી જવાબદારી મુશ્કેલ બની શકે છે.

ગુજરાતે અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે વાયબ્રન્ટ સમિટ માટે મહાત્મા મંદિરમાં 5000થી વધુ ડેલિગેટ્સ અને એક્ઝિબિશન સેન્ટરોમાં દૈનિક એક લાખથી વધુ મુલાકાતીઓનો ટારગેટ રાખ્યો હતો.

એ ઉપરાંત વિશ્વના 26 દેશો ગુજરાતની સમિટના કન્ટ્રી પાર્ટનર બન્યા હતા. એકોમોડેશન, આરોગ્યની ચિંતા, વિભાગો વચ્ચે સંકલનનો અભાવ, વધતું જતું કોરોના સંક્રમણ અને ઉદ્યોગજૂથોનો કંગાળ પ્રતિભાવ એ બઘાં કારણોથી સરકારને મોકુફીનો નિર્ણય લેવાની ફરજ પડી હોવાનું જણાઇ રહ્યું છે.

પતંગોત્સવ સહિતના બીજા ઉત્સવો પણ રદ્દ થઇ રહ્યાં છે, ખેલ મહાકુંભ પણ નહીં થઇ શકે

ગુજરાત સરકારે માત્ર વાયબ્રન્ટ સમિટ જ નહીં પરંતુ અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાનારો ફ્લાવર શો તેમજ આંતરાષ્ટ્રીય પતંગોત્સવને પણ રદ્દ કર્યો છે. જો કે પતંગોત્સવમાં વિદેશી પતંગબાજોનું ખૂબ ઓછા પ્રમાણમાં રજીસ્ટ્રેશન થયું હોવાનું સામે આવ્યું છે. 

રાજ્ય સરકાર ખેલ મહાકુંભનું પણ આયોજન કરી રહી છે પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મહોત્સવ પણ રદ્દ કરવામાં આવે તેવી સંભાવના છે, કારણ કે તેમાં ગુજરાતની સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓ સહિત 46 લાખ લોકો ભાગ લેતા હોય છે.

આ મહોત્સવ છેલ્લે 2019માં યોજવામાં આવ્યો હતો પરંતુ કોરોના સંક્રમણના કારણે 2020 અને 2021માં રદ્દ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં વિક્રમ ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. હવે રાજ્યમાં જે સ્કૂલો ઓફલાઇન શરૂ થઇ છે તે પણ ફરીથી ઓનલાઇન કરવાની સરકારને ફરજ પડે તેવી સંભાવના દેખાઇ રહી છે.

વાયબ્રન્ટ સમિટ નહીં યોજવાના મહત્વના કારણો

1. કોરોના કેસો વધતાં કેન્દ્ર સરકારનું સીધું માર્ગદર્શન અને સૂચના

2. ઓમિક્રોન અને કોરોના કેસોમાં ઝડપથી થઇ રહેલો વધારો.

3. વિશ્વના દેશોમાં કોરોના બેકાબૂ બનતાં આમંત્રણ રદ્દ થઇ રહ્યાં છે.

4. તૈયારીમાં વિભાગોના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ.

5. ઉદ્યોગોની તૈયારી નહીં હોવાથી એમઓયુના કંગાળ આંકડા.

6. સરકારની 8 જેટલી નવી પોલિસી જાહેર કરવાની અટકેલી પ્રક્રિયા.

7. પાંચ સનદી અધિકારીઓ અને મંત્રીઓ કોરોનાની ઝપટમાં.

8. વાયબ્રન્ટની તૈયારી કરતાં કર્મચારીઓમાં કોરોનાનો વ્યાપેલો ભય.

9. સચિવાલયમાં સંક્રમણ ફેલાતું અટકાવવાનો એકમાત્ર ઉપાય.

10. મહેમાનો સંક્રમિત હોય તો દેખરેખ રાખવાની વિકટ જવાબદારી.

વાઇબ્રન્ટ સમિટ બીજીવાર મોકૂફ રાખવી પડી...

રાજ્યમાં છેલ્લી વાયબ્રન્ટ સમિટ 2019માં થઇ હતી અને 2021માં 10મી સમિટ થવાની હતી પરંતુ કોરોના સંક્રમણના કેસો વધી જતાં તત્કાલિન વિજય રૂપાણીની સરકારે આ સમિટને રદ્દ કરી હતી જે 2022ના જાન્યુઆરી મહિનામાં યોજાવાની હતી. સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ છેલ્લા બે મહિનાથી સમિટની તૈયારીમાં વ્યસ્ત બન્યા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના કેસો વધતાં આ સમિટમાં ભાગ લેવા માટે દેશના મોટાભાગના ઉદ્યોગપતિઓ અને બિઝનેશ ડેલિગેશનના પ્રતિનિધિઓ ઉત્સુક જોવા મળતા ન હતા.

Gujarat