Gujarat

અમદાવાદના પશ્ચિમ,મધ્ય અને ઉત્તરઝોનમાં આજે સાંજે પાણીનહીં મળે

By GS Team
24 Feb 20221 min read
This article was originally published on 24 Feb 2022
અમદાવાદના પશ્ચિમ,મધ્ય અને ઉત્તરઝોનમાં આજે સાંજે પાણીનહીં મળે

  અમદાવાદ,ગુરુવાર,24 ફેબ્રુ,2022

વોટર પ્રોજેકટ અંતર્ગત પશ્ચિમ ઉપરાંત મધ્ય અને ઉત્તરઝોનમાં પાણી પુરવઠો પુરી પાડતી ૧૬૦૦ મી.મી.ટ્રન્ક મેઈનમાં લીકેજ રીપેર કરવા ઉપરાંત સ્લુઝ વાલ્વ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.શુક્રવારે સાંજે આ ત્રણ ઝોનમાં સાંજનો પાણી પુરવઠો આપવામાં નહીં આવે.શનિવારે સવારે ઉપલબ્ધ જથ્થાના આધારે ત્રણ ઝોનમાં પાણી આપવામાં આવશે.

શહેરના પશ્ચિમ ઉપરાંત મધ્ય અને ઉત્તરઝોનના વિસ્તારોમાં પાણી પુરવઠો પુરો પાડતા દુધેશ્વર સહિતના વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં  પાણી પુરવઠો પુરી પાડતી કોતરપુર વોટર વર્કસની ૧૬૦૦ મી.મી.વ્યાસની વેસ્ટર્ન ટ્રન્ક મેઈનમાં સાબરમતી પાવરહાઉસ સામે,જે.પી.ની  ચાલી પાસે થયેલ લીકેજની કામગીરી હાથ ધરાશે.કેમ્પ હનુમાન મંદિર મેઈન ગેટ પાસે ફીડર લાઈન ઉપરનો સ્લુઝ વાલ્વ રીપેર કરાશે તથા એ જગ્યાએ એરવાલ્વ રીપેર કરવાની કામગીરી તથા કેન્ટોન્મેન્ટ સી.એસ.ડી.ડેપો પાસે એરપોર્ટ જવાના મેઈન રોડ માં નડતરરુપ એરવાલ્વ શિફટ કરવાની કામગીરી કરવામાં આવનાર હોવાથી શટડાઉનના કારણે મોટેરા,ચાંદખેડા અને રાણીપ સિવાયના પશ્ચિમ ઝોનના તમામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનો તથા મધ્યઝોનના સેન્ટ્રલ ટ્રન્ક મેઈન્સ આધારીત તેમજ ઉત્તરઝોનના હાંસોલ,ભીલવાસ અને ઈસ્કોનવીલા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનો ઉપરથી ૨૫ ફેબુ્આરીએ સાંજનો પાણી પુરવઠો આપવામાં નહીં આવે.