Gujarat

વડોદરા કોર્પોરેશનનો રૂ .100 કરોડનો બોન્ડ દસ ગણો ભરાયો: રૂ.1007કરોડ પર અટક્યો

By GS Team
24 Mar 20223 mins read
This article was originally published on 24 Mar 2022
વડોદરા કોર્પોરેશનનો રૂ .100 કરોડનો બોન્ડ દસ ગણો ભરાયો: રૂ.1007કરોડ પર અટક્યો

વડોદરા,તા.24 માર્ચ 2022,ગુરૂવાર

કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં હિસ્સો આપવા માટે રૂ.૧૦૦ કરોડના બોન્ડ બહાર પાડવાની મંજૂરી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ આપી હતી ત્યાર બાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેક્ટ્રોનિક બિડીંગ કરવામાં આવતા સંસ્થાગત બોન્ડમાં 16 સરકારી અને ખાનગી ઉદ્યોગો નાણાકીય સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેથી રૂપિયા સો કરોડની કિંમતના બોન્ડ સામે દસ ઘણી વધુ રકમ માત્ર એક કલાકમાં જ ભરાઈ ગઈ હતી જેની શરૂઆત 11 વાગે થતાં એક સેકન્ડમાં 452 કરોડ ભરાયા હતા જ્યારે 12 વાગે દસ વખત વધુ થતાં રૂ.1007 પર બોન્ડની રકમ ભરાઈ હતી જેમાં 7.15 ટકાનું વ્યાજ ચૂકવવામાં આવશે તેમ જાણવા મળે છે.

સેબી એ મંજૂરી આપ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ 36 જેટલી ખાનગી અને સરકારી કંપનીઓ તથા નાણાકીય સંસ્થાઓના મુખ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને કોર્પોરેશનના બોન્ડમાં નાણાં રોકવા અપીલ કરી હતી.

આ અંગે માહિતી આપતા મેયર કેયૂર રોકડીયા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, ડેપ્યુટી કમિશનર સુધીર પટેલ અને ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે,વર્ષ 2019 ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રેજુવેનશન એન્ડ અર્બન ટ્રાન્સફરમેશન યોજના અંતર્ગત રજૂ કરવામાં આવેલા પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર ના 14 પ્રોજેક્ટ 533.40 કરોડની કિંમતના 30%હિસ્સાની રકમ ભરપાઈ કરવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 100 કરોડના બોન્ડ બહાર પાડવા માટે કસરત શરૂ કરી હતી જેમાં પાંચ વર્ષની બેલેન્સશીટ, કેસ ફ્લો, સ્થાવર-જંગમ મિલકતો વિગેરેની માહિતી મેળવી વર્ષ 2015-16 થી વર્ષ 2020-21 સુધીના એન્યુઅલ રિપોર્ટ તૈયાર કર્યા હતા જેમાં અક્રુઅલ બેઝ પ્રમાણે નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટ મેન્યુઅલ પ્રમાણે બેલેન્સશીટ તૈયાર કરી હતી જે બાદ ક્રિશિલ અને ઇન્ડિયા રેટીંગ એન્ડ રિસર્ચ નામની બે સંસ્થા પાસે ક્રેડિટ રેટિંગ કરાવવાની પ્રક્રિયા કરી હતી જેમાં ડિસેમ્બર 2020માં ઇન્ડિયા એન્ડ રિસર્ચ સંસ્થાએ AA+ અને ક્રિશિલ સંસ્થા એ AA રેટિંગ આપ્યું હતું. આ રેટીંગ આધારે મે-2021માં રાજ્ય સરકારે રૂ. 200 કરોડની રકમના બોન્ડ બહાર પાડવા મંજૂરી આપી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેલેન્સશીટ પ્રમાણે વર્ષ 2020-21 ની રૂ. 12904 કરોડ ની થઇ હતી.

મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સેબીની મંજૂરી બાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સંસ્થાગત બોન્ડમાં રોકાણકારો દ્વારા ઓનલાઈન બિડીંગની પ્રક્રિયા આજે 11:00 શરૂ કરવામાં આવી હતી જેમાં માત્ર એક કલાકમાં જ વિવિધ કંપનીઓએ બિડીંગમાં ભાગ લેતા રૂપિયા 100 કરોડ ના બોર્ડ સામે દસ ગણો વધુ રકમનો બોન્ડ ભરાયો હતો.તેમણે જણાવ્યું હતું કે જે રીતે સરકારી અને ખાનગી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓનો સહકાર મળ્યો છે તે બાદ બોન્ડમાં આ કંપનીઓને સાડા આઠ ટકા વ્યાજ ચૂકવાશે.

અત્રે યાદ આપવું જરૂરી છે કે બોન્ડની પ્રક્રિયા દરમિયાન કોર્પોરેશનને ટ્રેઝરર વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન પણ મળ્યું હતું. વડોદરા કોર્પોરેશનમાં ચાલતી રિંગને કારણે સિંધરોટ પાણીની યોજનાના વધુ પડતા ટેન્ડર આવવાના કારણે રૂ.95.75 કરોડ અને અમિત નગર એપીએસ પાછળ રૂ.4.25 કરોડ મળી રૂ. 100 કરોડ એક ઝાટકે ખર્ચ થઇ જશે.

દર પાંચ મિનિટ પર બોન્ડની રકમમાં વધારો થયો

11 કલાકે / રૂ.452

11.02કલાકે/રૂ.697

11.11કલાકે/રૂ 717

11.23કલાકે/રૂ 742

11.32કલાકે/રૂ.r774થી777

11.34/રૂ 802

11.35/રૂ.827

11.49/રૂ.832

11.50/882

11.51/892

11.52/902

11.52/927

11.59/1007

વ્યાજનો દર ,7.15%