Get The App

યુવતીને થાંભલા સાથે દોરડાંથી બાંધી યુવાને લાકડીથી માર માર્યો

યુવતીએ ચીસો પાડી પણ બચાવવા કોઇ ના આવ્યું ઃ છોટાઉદેપુર પંથકમાં મારનો વીડિયો વાયરલ

Updated: Jan 6th, 2022

GS TEAM

Google News
Google News
યુવતીને થાંભલા સાથે દોરડાંથી બાંધી યુવાને લાકડીથી માર માર્યો 1 - image

છોટાઉદેપુર તા.૬ છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશને અડીને સરહદી વિસ્તાર આદિવાસી પંથકમાં એક યુવતીને થાંભલા સાથે દોરડાથી બાંધી  બેરહેમીપૂર્વક માર મારતો વીડિયો વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો વીડિયો છોટાઉદેપુરને અડીને આવેલા મધ્યપ્રદેશ  તથા ગુજરાત રાજ્યની સરહદ ઉપરનો હોય તેમ મનાઈ રહ્યું  છે. થાંભલા સાથે બાંધી એક યુવાન દ્વારા નિર્દયતાપૂર્વક લાકડીથી માર મારતા આ વીડિયોમાં યુવતી અસહ્ય મારથી બચવા માટે  ભારે ચીસો પાડી રહી છે.  માનવતાની હદ વટાવી ચૂકેલા આ દ્રશ્યો જોતા છોટાઉદેપુર પંથકમાં ભારે ટીકાઓ થઈ રહી છે.

આ વીડિયો આદિવાસી પંથકમાં ક્યાં વિસ્તારનો છે તે સ્પષ્ટ થઇ શક્યું નથી. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર(ગુજરાત) તથા મધ્યપ્રદેશની સરહદ તઉપર ભૂતકાળમાં પણ  યુવક યુવતીને તાલિબાની સજા ફટકારતા તથા માર મારતા  વીડિયો વાયરલ થયા છે. આ વીડિયો ક્યાનો છે તે અંગે પોલીસ દ્વારા પણ તપાસ શરૃ કરવામાં આવી છે.



Tags :