અમદાવાદમાં કોરોનાના નવા ૪૦૫ કેસ,ત્રણ સંક્રમિતના મોત

અમદાવાદ,રવિવાર,13 ફેબ્રુ,2022
અમદાવાદમાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત રહેતા રવિવારે
દૈનિક કેસમાં ૧૪૧ કેસનો ઘટાડો થવા પામ્યો હતો.નવા ૪૦૫ કેસ અને ત્રણ સંક્રમિત
દર્દીનાં મોત નોંધાયા હતા.એક જ દિવસમાં ૧૨૫૩ દર્દી સાજા થતા ડીસ્ચાર્જ આપવામાં
આવ્યો હતો.શહેરમાં કુલ ત્રણ માઈક્રોકટેઈનમેન્ટ એરીયા હતા.એક સ્થળ નિયંત્રણમુકત
કરાતા હવે માત્ર બે સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ છે.
૧૨ ફેબુ્આરીએ શહેરમાં કોરોનાના ૫૪૬ કેસ નોંધાયા હતા.એક જ
દિવસમાં દૈનિક કેસ ઘટતા રવિવારે નવા ૪૦૫ કેસ નોંધાતા શહેરીજનોમાં હવે આગામી
દિવસોમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી જશે એવી આશા બંધાવા પામી છે.માર્ચ-૨૦૨૦થી
શહેરમાં કોરોના મહામારીના શરુ થયેલા સમય બાદ અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૩,૭૫,૧૫૭ કેસ નોંધાવા
પામ્યા છે.કુલ ૩,૬૪,૮૯૨ લોકો
કોરોનામુકત થયા છે.શહેરમાં કોરોના સંક્રમિત થવાથી ૩,૫૮૯ લોકોના મોત થવા પામ્યા છે.રવિવારે શહેરમાં ૧૩૭૬ લોકોને
કોરોના રસીનો પહેલો ડોઝ જયારે ૭૦૩૫ લોકોને રસીનો બીજો ડોઝ અને ૧૨૭૫ લોકોને
પ્રિકોશન ડોઝ અપાતા કુલ ૯૬૮૬ લોકોને કોરોના રસી અપાઈ હતી.૧૫થી ૧૮ વયના ૭૫૬ બાળકોને
રસીનો પહેલો ડોઝ અને ૩૦૨૪ બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.




