Gujarat

૧૨થી ૧૪ વર્ષના બાળકોના રસીકરણનો આરંભ ,અમદાવાદમાં ૧૫ મહિનામાં કોરોના રસીના એક કરોડથી વધુ ડોઝ અપાયા

By GS Team
17 Mar 20221 min read
This article was originally published on 17 Mar 2022
૧૨થી ૧૪ વર્ષના બાળકોના રસીકરણનો આરંભ ,અમદાવાદમાં ૧૫ મહિનામાં કોરોના રસીના એક કરોડથી વધુ ડોઝ અપાયા

  અમદાવાદ,બુધવાર,16 માર્ચ,2022

અમદાવાદમાં ૧૨થી ૧૪ વર્ષ સુધીના બાળકોને કોરોના રસી આપવાની શરૃઆત કરાતા પહેલા દિવસે ૯૦૮૧ બાળકોને કોરોના રસી આપવામાં આવી હતી.૧૬ જાન્યુઆરી-૨૦૨૧થી ૧૬ માર્ચ-૨૦૨૨ સુધીના પંદર મહિનાના સમયમાં શહેરમાં કોરોના રસીના એક કરોડથી વધુ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.

કોરોના મહામારી માર્ચ-૨૦૨૦થી શરુ થઈ હતી.૧૬ જાન્યુઆરી-૨૦૨૧થી શહેરીજનોને કોરોના વેકિસન આપવામાં આવી રહી છે.વિવિધ પ્રકારના રસીકરણના આયોજન દરમ્યાન બુધવારથી ૧૨થી ૧૪ વર્ષ સુધીના બાળકોને કોર્બેવેકસ રસી આપવાનો આરંભ કરાતા મધ્યઝોનમાં ૭૨૪ બાળકને, પૂર્વ ઝોનમાં ૧૨૧૪, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૭૬૩ બાળકને, ઉત્તરઝોનમાં ૧૬૦૮ બાળકને,દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૪૧૨ બાળકને, દક્ષિણ ઝોનમાં ૨૦૨૦ તથા પશ્ચિમ ઝોનમાં ૨૩૪૦ બાળકને કોરોના રસી આપવામાં આવી હતી.

શહેરમાં બુધવારે ૨૦૬૯૯ લોકોને કોરોના રસી અપાઈ હતી.૪૧૬૮ લોકોને રસીનો પહેલો ડોઝ, ૬૫૮૪ લોકોને રસીનો બીજો ડોઝ તથા ૮૬૬ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.૧૫ થી ૧૮ વર્ષ સુધીના ૫૭૭ બાળકને રસીનો પહેલો તેમજ ૧૭૧૬ બાળકને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.૧૬ જાન્યુઆરી-૨૦૨૧થી ૧૬ માર્ચ-૨૦૨૨ સુધીમાં શહેરમાં ૧,૦૦,૧૦,૯૨૬ ડોઝ લોકોને આપવામાં આવ્યા હતા.૫૩,૪૬,૨૫૬ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૪૪,૪૯,૫૭૧ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં એક કરોડ ડોઝ આપવાની સિધ્ધિ બદલ મ્યુનિ.હેલ્થ વિભાગની કામગીરી બિરદાવવામાં આવી હતી.