નફા-નુકસાનના હિસાબો રજૂ કરવામાં વિલંબ થાય તો વધારાની ફી નહિ ચૂકવવી પડે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
કંન્દ્ર સરકારના કંપનીઓને લગતી બાબતના ખાતાએ આજે એક પરિપત્ર કરીને કંપનીઓને વાર્ષિક સરવૈયા, વાર્ષિક પત્રક અને નફાનુકસાનના હિસાબો રજૂ કરવામાં થયેલા વિલંબ માટે ચૂકવવાની થતી વધારાની ફી ભરવામાંથી માફી આપવાની આજેે જાહેરાત કરી છે. તેમ જ આ વિગતો ફાઈલ કરવા માટેની તારીખ પણ લંબાવી આપી છે. રજિસ્ટ્રાર ઑફ કંપનીઝના જાણકાર સૂત્રોનું કહેવું છે કે એઓસી-૪માં કંપનીના ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટની વિગતો આપવાની હોય છે. તેવી જ રીતે એઓસી-૪-સીએફએસમાં કન્સોલિડેટેડ ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ આપવાના હોય છે. એઓસી એક્સબીઆરએલમાં ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ ઉપરાંત બીજા દસ્તાવેજો રજૂ કરવાના હોય છે. તેમ જ નોન એક્સબીઆરએલ ફોર્મ પણ ભરવાનું થાય છે. આ ફોર્મ ભરવા માટેની તારીક ૧૫મી માર્ચ ૨૦૨૨ સુધી લંબાવી આપવામાં આવી છે. જોકે આ ભરવામાં અત્યાર સુધી જે વિલંબ થયો તે વિલંબ માટે કોઈપણ ફી ચૂકવવાની ફરજ પાડવામાં આવશે નહિ. વધારાની ફી ચૂકવ્યા વિના આ ફોર્મ ફાઈલ કરવા માટેની જોગવાઈને દાખલ કરી દેવામાં આવેલી છે.
આ જ રીતે કંપનીઓને કંપનીના એન્યુઅલ રિટર્ન સિવાયની ડાયરેક્ટર્સને લગતી અનેય માહિતી અને કંપનીઓને લગતી અન્ય માહિતી ફાઈલ કરવા માટેની મુદત આગામી ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધી લંભાવી આપવામાં આવી છે. આ ફોર્મ ફાઈલ કરવામાં અત્યાર સુધીમા ંથયેલા વિલંબ માટે કોઈ જ વધારાની ફી વસૂલવામાં આવશે નહિ.




