Gujarat

વડોદરા: વાઘોડિયાના ધારાસભ્ય સાથે ગાળાગાળી કરનાર રાજુ ઓડેદરાની ધરપકડ

By GS Team
12 Feb 20201 min read
This article was originally published on 12 Feb 2020
વડોદરા: વાઘોડિયાના ધારાસભ્ય સાથે ગાળાગાળી કરનાર રાજુ ઓડેદરાની ધરપકડ

વડોદરા, તા.12 ફેબ્રુઆરી 2020, બુધવાર

વડોદરા જિલ્લાના વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સાથે ગાળાગાળી કરવાના ચકચારી પ્રકરણમા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પોરબંદરના રાજુ ઓડેદરા અને તેના સાગરીતની ધરપકડ કરી છે.

ભાજપના ધારાસભ્ય મધુને ફોન કરી રાજુ ઓડેદરાએ ગાળાગાળી કરતા અને ભગવાનના નામે ઉચ્ચારણ કરતા મધુ શ્રીવાસ્તવના નિકટના મનાતા વિજય યાદવે રાજુ ઓડેદરા અને મધુ શ્રીવાસ્તવ વચ્ચેની ગાળાગાળીની ઓડિયો ક્લિપ સાંભળી ધાર્મિક લાગણી દુભાઈ હોવાની ફરિયાદ વડોદરા ક્રાઈમ બ્રાંચમા નોંધાવી હતી.

તા.7મીએ નોંધાયેલી પોલીસ ફરિયાદના પગલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે રાજુ ઓડેદરાનુ મોબાઈલ લોકેશન મેળવી પીછો કર્યો હતો અને આજે વિરમગામ નજીકના માંડલ ખાતેથી ધરપકડ કરી છે. રાજુ વડોદરા બીજા પણ રાજકીય નેતાઓ સાથે આ પ્રકારે વર્તણૂક કરી હોવાની વિગતો પણ પોલીસ તપાસમા રહી છે.ધારાસભ્ય સાથે ગાળાગાળીની ઓડિયો ક્લિપમાં હરદાસ ઉર્ફે રાજુ ભગતભાઇ ઓડેદરા (રહે.ગરેજ ગામ, પોરબંદર)ની સાથે ગાળો ભાંડનાર અન્ય એક સાગરીત સાગર મહેન્દ્રભાઇ પટેલ (રહે.ભક્તિનગર સોસાયટી, ટેન્ટ ગામ,તા.માંડલ,અમદાવાદ)ની પણ પોલીસે ધરપકડ કરી છે.