Gujarat

ગાંધીનગરમાં પીએસઆઇ એલઆરડીની પરીક્ષા મોકુફ

By GS Team
2 Jan 20222 mins read
This article was originally published on 2 Jan 2022
ગાંધીનગરમાં પીએસઆઇ એલઆરડીની પરીક્ષા મોકુફ

વાઇબ્રન્ટ સમિટને કારણે 

તારીખ 10 થી 12 જાન્યુઆરીના બદલે પરીક્ષા 31 જાન્યુઆરી થી 2 ફેબુ્રઆરીએ યોજાશે: હસમુખ પટેલ

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા પીએસઆઇ અને એલઆરડીની ભરતીની પ્રક્રિયાના ભાગરૂપે હાલ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ શારિરીક કસોટી લેવામાં આવી રહી છે. જેમાં વાઇબ્રન્ટ સમિટને કારણ તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનારી શારિરીક પરીક્ષા  રદ કરવામાં આવી છે.

જેની નવી તારીખો જાહેર કરવામાં આવી છે.આ ઉપરાંત, જે ઉમેદવારે શારીરિક કસોટીની તારીખ બદલવા માટે ે અરજી કરી હતી. તેમની યાદી વેબસાઇટ પર મુકવામાં આવી છે. બાકીના અન્ય 14 સેન્ટરોમાં પરીક્ષા રાબેતા મુજબ લેવાશે.

ગુજરાત પોલીસમા ંખાલી પડેલી પીએસઆઇ અને એલઆરડીની  જગ્યા ભરવા માટે રાજ્યના ગૃહ વિભાગ  દ્વારા હાલ ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યમા 15 સ્થળોએ શારિરીક કસોટીની  ચાલી રહી છે. 

જો કે ગાંઘીનગર ખાતે ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજાવાને કારણે ગાંધીનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી પરીક્ષા રદ કરવામાં આવી છે . જે હવે 31 જાન્યુઆરીથી બીજી  ફેબુ્રઆરી યોજાશે.

એલઆરડી ભરતી પરીક્ષા બોર્ડના ચેરમેન અને આઇપીએસ  અઘિકારી હસમુખ પટેલે આ માહિતી આપી હતી.  આ ઉપરાંત, મોટી સંખ્યામા ઉમેદવારોએ સામાજીક કે અનિવાર્ય કારણથી તારીખ બદલવી પડે તેવી સ્થિતિ હતી. જેની અરજી મળતા તારીખો બદલવામાં આવી છે. જેની યાદી પણ  વેબસાઇટ પર મુકવામાં આવી છે.  જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવી છે.

તેમને નવા કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. જેથી તેમણે શારિરીક કસોટી સમયે જુનો કોલ લેટર લઇને આવવાનું રહેશે. આ સાથે પીએસઆઇ અને એલઆરડીની શારિરીક કસોટીની કામગીરી જાન્યુઆરી મહિના સુધી પૂર્ણ કરવાનો ટાગરેટ ભરતી બોર્ડ દ્વારા રાખવામા ંઆવ્યો છે. જો કે અનિવાર્ય સંજોગોને કારણે આ કામગીરી થોડી  લંબાશે તેમ માનવામં આવી રહ્યું છે.