Gujarat

વડોદરા: પાણીની સમસ્યાથી ત્રસ્ત ભાજપી કોર્પોરેટરની અધિકારીઓને દૂષિત પાણી પીવડાવવાની ચીમકી

By GS Team
22 Mar 20222 mins read
This article was originally published on 22 Mar 2022
વડોદરા: પાણીની સમસ્યાથી ત્રસ્ત ભાજપી કોર્પોરેટરની અધિકારીઓને દૂષિત પાણી પીવડાવવાની ચીમકી

વડોદરા,તા.22 માર્ચ 2021,મંગળવાર 

છેલ્લા 26 વર્ષથી સત્તામાં બેઠેલી ચૂંટાયેલી પાંખ વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તાર માટે પીવાના પાણીનો સ્ત્રોત વિકસાવવામાં ઘણો વિલંબ કર્યો છે. સીંધરૉટ ખાતેથી પાણી મેળવવાનો નવો  સ્ત્રોત હજુ કાર્યરત થયો નથી. પરિણામે વર્ષોથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ છે. જેથી ભાજપના બે કોર્પોરેટરએ પાણીની ગંભીરતા ન સમજતાં અધિકારીઓના પગાર કાપના સૂચન સાથે દૂષિત પાણી અધિકારીઓને પીવડાવી તે જ પાણીથી નવડાવવાની ચીમકી ઉચ્ચારી છે.

ઇલેક્શન વોર્ડ નંબર 15 ના ભાજપી કોર્પોરેટરએ સમગ્ર સભામાં જણાવ્યું હતું કે, વેરો ભરતા નાગરિકો દૂષિત પાણીના બીકે હવે પાણી ખરીદી રહ્યા છે. અને તે એક આદત પણ બની ગઈ છે. કારણકે દૂષિત પાણી આરોગવાથી લોકોને બીમારીનો તથા હોસ્પિટલના બિલનો ભય સતાવે છે. વડોદરામાં પાણીનું વેચાણ કરતી મિનિ ફેક્ટરીની સંખ્યા ચિંતાજનક વધી છે. કોર્પોરેશનના અધિકારીઓને ઇલેક્શન વોર્ડ નંબર 15 અને વહીવટી વોર્ડ નંબર 3 માં આ પ્રકારે કેટલી ફેક્ટરીઓ છે તે અંગે પૂછતાં એક પણ નથી તેઓ જવાબ મળ્યો છે. ખરેખર મારા ઘરની આસપાસ જ ફેક્ટરીઓ ધમધમી રહી છે. પાણીના વેરામાં કોર્પોરેશન રાહત આપતું નથી. કે પછી અધિકારીના પગાર ઉપર કાપ મૂકવાના નથી. આ કેવી સ્માર્ટ સિટી તે સમજાતું નથી. વધુમાં ભાજપ મહિલા કોર્પોરેટર જણાવ્યું હતું કે, પાણી પુરવઠા અધિકારી અમૃત મકવાણા મને ફોન કરવો નહીં તેવું જણાવે છે.

આશિષ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, પાણીની ફરિયાદોમાં અધિકારીઓ છટકબારી કરે છે. સ્થળ વિઝિટ દરમિયાન અધિકારીઓ ભૂગર્ભ ટાંકીમાં બે ફૂટ સુધી પાણી આવે તેનો વીડિયો બનાવી કોર્પોરેટર અને લોકોને જુઠા ઠેરવે છે. પરંતુ બે ફૂટ બાદ પાણી પ્રેશરથી નહીં મળતા કકળાટ સર્જાય છે તેનું શું? તો બીજી તરફ ઇલેક્શન વોર્ડ 19ના કોર્પોરેટરએ જણાવ્યું હતું કે, અધિકારીઓની સ્થળ વિઝીટ દરમિયાન પાણી પુરતા પ્રેશરથી આવી જાય છે. અધિકારીઓ પાણીની ગંભીરતા બાબતે રિસ્પોન્સિબલ નથી. જેથી તેઓના પગાર પર કાપ મૂકવા સૂચન છે.