Gujarat
સમગ્ર ગુજરાતમાં શુક્રવારથી નાઈટ કરફ્યુ હટી જશે
By GS Team
24 Feb 20221 min read
This article was originally published on 24 Feb 2022

ગુજરાતમાં ત્રીજી લહેરમાં કોરાનાના કેસોમાં જોવા મળી રહેલા ઘટાડાના કારણે રાજ્ય સરકારે તા.25 ફેબ્રુઆરીથી સમગ્ર રાજયને નાઈટ કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ અમદાવાદ, વડોદરા સિવાય ગુજરાતમાં રાત્રી કરફ્યુમાં મુક્તિ આપવામાં આવી હતી. અત્યારે અમદાવાદ અને વડોદરામાં જ નાઈટ કરફ્યુ અમલી છે જે શુક્રવારથી હટી જશે.
આ ઉપરાંત રાજ્યમાં સિનેમા હોલ ,જાહેરસભા, ઓડિટોરિયમ વગેરેમાં ખુલ્લી જગ્યાઓમાં સમતાના 75ટકા અને બંધ જગ્યામાં 50 ટકા વ્યક્તિ બેસી શકે કે એકત્ર થઈ શકે એવી છૂટ આપવામાં આવી છે.




