Gujarat

ઉત્તરઝોનમાં બીઆરટીએસ બસ સ્ટોપના સમારકામને લઈ ટ્રાફિક જામની સ્થિતિ

By GS Team
4 Dec 20211 min read
This article was originally published on 4 Dec 2021
ઉત્તરઝોનમાં બીઆરટીએસ બસ સ્ટોપના સમારકામને લઈ ટ્રાફિક  જામની સ્થિતિ

  અમદાવાદ,શનિવાર,4 ડિસેમ્બર,2021

શહેરના ઉત્તરઝોનમાં બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર ચાલી રહેલા સમારકામને લઈ રસ્તા ઉપર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે.બીઆરટીએસ બસના કાફલામાં નવી ૬૦ જેટલી ઈલેકટ્રીક મીડી બસ જોડવામાં આવી છે.આ બસને બસ સ્ટોપ ઉપર લગાવવામાં આવેલા પતરાના શેડ નડતરરુપ હોવાના કારણે સમારકામ કરવામાં આવી રહ્યુ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

ઉત્તરઝોનમાં મેમ્કો વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તરઝોનની ઓફિસ આવેલી છે.આ ઓફિસની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર અગાઉ જે સમયે બસ સ્ટોપ શરુ કરવામાં આવ્યુ હતું. એ સમયે પતરાના શેડ લગાવવામાં આવ્યા હતા.હવે બીઆરટીએસમાં જોડવામાં આવેલી નવી ઈલેકટ્રીક મીડી બસને જે સમયે બસ સ્ટોપ ઉપર બસ દાખલ થાય એ સમયે બસ સ્ટોપ ઉપર લગાવવામાં આવેલા પતરાના શેડ નડતરરુપ ના બને એ માટે ફરી એક વખત ખર્ચ કરી સમારકામ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.પરંતુ આ કામગીરીના કારણે રસ્તા ઉપરથી રોજ મોટી સંખ્યામાં પસાર થતા વાહનચાલકોને થઈ રહેલી પરેશાની તંત્રના ધ્યાનમાં કેમ આવતી નથી?એવી આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકોમાં ચર્ચા થતી સાંભળવા મળી રહી છે.