Gujarat

ચોવીસ કલાકમાં કોરોનાના નવા ૧,૦૧૨ કેસ નોંધાયા

By GS Team
6 Feb 20221 min read
This article was originally published on 6 Feb 2022
ચોવીસ કલાકમાં કોરોનાના નવા ૧,૦૧૨ કેસ નોંધાયા

વડોદરા,કોરોનાના ટેસ્ટ  આજે પણ ગઇકાલની સરખામણીમાં ૧૬૫ ઓછા કરવામાં આવ્યા છે.ચોવીસ કલાકમાં કોરોનાના નવા ૧,૦૧૨ કેસ નોંધાયા છે.જે ગઇકાલની સરખામણીમાં ૫૦૦ ઓછા છે.ક્વોરન્ટાઇન દર્દીઓની સંખ્યામાં પણ બે હજારનો ઘટાડો થયો છે.

ચોવીસ કલાક દરમિયાન કપુરાઇ,કિશનવાડી, નવીધરતી, વારસિયા, અકોટા, વાઘોડિયારોડ, સવાદ, સુભાનપુરા, રેસકોર્સ, બાપોદ, તરસાલી, ફતેપુરા, હરણી, નવાપુરા, માંજલપુર, છાણી, ગોત્રી, શીયાબાગ, એકતાનગર, દંતેશ્વર, પાણીગેટ, આજવારોડ પર રહેતા કુલ ૬,૪૩૦ લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી ૧,૦૧૨ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.સારવાર લેતા ૨,૪૫૭ દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.ગઇકાલે ૬,૫૯૫ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જે પૈકી ૧,૫૧૨ ના રિપોર્ટ  પોઝિટિવ આવ્યા હતા.હાલ શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૧,૩૯૮ છે.જ્યારે ગઇકાલે ૧૨,૮૪૭ એક્ટિવ કેસ હતા.હાલમાં ૧૦,૯૯૫ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.હોસ્પિટલમાં દાખલ  દર્દીઓની સંખ્યા ગઇકાલની સરખામણીમાં ૪૧૮ થી ઘટીને ૪૦૩ થઇ  ગઇ છે.વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં પણ ૪ નો ઘટાડો થતા આજે ૨૭ દર્દીઓ વેન્ટિલેટર પર   છે.આઇ.સી.યુ.માં દાખલ દર્દીઓની સંખ્યા પણ ૭૫ થી ઘટીને ૭૦ થઇ ગઇ છે.ઓક્સિજનના સપોર્ટ  પરના દર્દીઓની સંખ્યા ૩૧૩ થી ઘટીને ૩૦૬ થઇ  ગઇ છે.ગઇકાલે ક્વોરન્ટાઇન દર્દીઓની સંખ્યા ૬,૦૪૮  હતી.જે સંખ્યા આજે ઘટીને ૪,૦૪૮ થઇ ગઇ છે.