Gujarat

જુલાઇના 20 દિવસમાં 16796 કેસ : અત્યાર સુધીના સૌથી વધુ

By GS Team
20 Jul 20201 min read
This article was originally published on 20 Jul 2020
જુલાઇના 20 દિવસમાં 16796 કેસ : અત્યાર સુધીના સૌથી વધુ

અમદાવાદ, તા. 20 જુલાઇ, 2020, સોમવાર

ગુજરાતમાં જુલાઇ મહિનામાં કોરોના વધુ ઘાતક બન્યો છે. જુલાઇના 20 દિવસમાં કોરોનાના 16796 કેસ નોંધાઇ ચૂક્યા છે, જે અત્યારસુધીના તમામ મહિનાઓ કરતા સૌથી વધુ કેસ છે. 

અગાઉ ગુજરાતમાં માર્ચ મહિનામાં કુલ 74, એપ્રિલમાં 4321, મે માં 12399, જૂનમાં 15849 કેસ નોંધાયા હતા. હજુ જુલાઇને 11 દિવસ બાકી છે ત્યારે આ માસમાં કોરોનાના કુલ કેસનો આંક કેટલે જઇને અટકશે તેની અટકળો કરવી પણ ચિંતાજનક છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 49439 છે.

આમ, કુલ કેસના 40 ટકાથી વધુ તો માત્ર જુલાઇના 20 દિવસમાં નોંધાયા છે. ગુજરાતમાં જૂન મહિનાના અંત સુધી કોરોનાના કુલ કેસનો આંક 32569 હતો. જોકે, જુલાઇમાં અત્યારસુધી મૃત્યુઆંકમાં મે-જૂન કરતા ઓછો છે. મે માસમાં 824, જૂનમાં 810 જ્યારે 20 જુલાઇ સુધી 320 મૃત્યુ નોંધાયા છે. 

જુલાઇ માસમાં ખાસ કરીને સુરતમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. 30 જૂન સુધી સુરતમાં કોરોનાના કુલ કેસ 4829 જ્યારે મૃત્યુઆંક 158હતો. પરંતુ જુલાઇના 20 દિવસમાં જ 5149 નવા કેસ અને 108 મૃત્યુ નોંધાઇ ચૂક્યા છે. જેની સરખામણીએ અમદાવાદમાં જુલાઇના 20 દિવસમાં 3655 કેસ-113ના મૃત્યુ નોંધાયા છે.

ગુજરાતમાં કયા મહિનામાં કોરોનાના કેટલા કેસ- કેટલા મૃત્યુ?

મહિનો

કેસ

મૃત્યુ

માર્ચ

74

06

એપ્રિલ

4321

208

મે

12399

824

જૂન

15849

810

જુલાઇ

16796

320

કુલ

49439

2168


(*20 જુલાઇ સુધીના આંકડા.)