ગુજરાતમાં કોરોનાની ગતિ વધુ ધીમી પડી : નવા ૧૨૭૪ કેસ, ૧૩ના મૃત્યુ

અમદાવાદ, રવિવાર
ગુજરાતમાં કોરોનાની
ત્રીજી લહેરના વળતા પાણી થઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨૭૪ નવા કેસ સામે
આવ્યા છે. રાજ્યમાં ૩ જાન્યુઆરી એટલે કે ૪૧ દિવસ બાદ નોંધાયેલા કોરોનાના આ સૌથી ઓછા
કેસ છે. રાજ્યના તમામ જિલ્લામાં હવે કોરોનાના નવા કેસનો આંક ૫૦૦થી નીચે નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. ગુજરાતમાં ૪ ફેબુ્રઆરીએ
કોરોનાના ૬૦૯૭ કેસ નોંધાયા હતા. આમ, ૧૦ દિવસમાં દૈનિક કેસની ગતિમાં ૭૯%નો ઘટાડો થયો
છે.
છેલ્લા ૨૪ કલાક
દરમિયાન અમદાવાદ શહેરમાં ૪૦૫-ગ્રામ્યમાં ૧૧ સાથે ૪૧૬ નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં
૪૦ દિવસ કરતાં વધુ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૫૦૦થી નીચે આવ્યો છે. વડોદરા શહેરમાં
૨૫૭-ગ્રામ્યમાં ૭૯ સાથે ૩૩૬ નવા કેસ નોંધાયા હતા. માત્ર અમદાવાદ અને વડોદરા એવા જિલ્લા
છે જ્યાં કોરોનાના નવા કેસનો આંક ૧૦૦થી વધુ છે. અન્યત્ર સુરત શહેરમાં ૩૬-ગ્રામ્યમાં
૫૮ સાથે ૯૪, ગાંધીનગર શહેરમાં ૨૮-ગ્રામ્યમાં ૨૬ સાથે ૫૪, રાજકોટ શહેરમાં ૩૫-ગ્રામ્યમાં
૨૧ સાથે ૫૬, ખેડામાં ૪૧, બનાસકાંઠામાં ૨૭, કચ્છ-તાપીમાં ૨૧, આણંદ-પાટણમાં ૧૯, મહેસાણામાં
૧૮, ભરૃચમાં ૧૭, સાબરકાંઠામાં ૧૬, જામનગર શહેરમાં ૧૦-ગ્રામ્યમાં ૫ સાથે ૧૫, પંચમહાલમાં
૧૪, દેવભૂમિ દ્વારકામાં ૧૩, ગીર સોમનાથ-વલસાડમાં ૯, અમરેલી-નવસારીમાં ૭, જુનાગઢ ગ્રામ્યમાં
૬-શહેરમાં ૧ સાથે ૭, દાહોદમાં ૬, મહીસાગર-સુરેન્દ્રનગરમાં ૫, ભાવનગર શહેરમાં ૪-ગ્રામ્યમાં
૧ સાથે ૫, ડાંગ-મોરબીમાં ૪, નર્મદામાં ૩, બોટાદમાં ૧ નવા કેસ નોંધાયા હતા.
પોરબંદર, છોટા
ઉદેપુરમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લા ૨૪ કલાકમાં વડોદરામાંથી ૪, અમદાવાદમાંથી
૩, સુરતમાંથી ૨, રાજકોટ-ગાંધીનગર-જામનગર-ભાવનગરમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ
થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦૮૦૮ છે. રાજ્યમાં હાલ ૧૪૨૧૧ એક્ટિવ કેસ છે જ્યારે
૧૦૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ ૫૨૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા
૨૪ કલાકમાં ૩૦૨૨ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ ૧૧,૯૦,૨૭૧ દર્દી
કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૭.૯૪% છે.




