પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીમાં લેવાય ગુજરાતની આવક રૂ.૭૫૦૦ કરોડ ઘટે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આગામી બેઠકમાં એવિયેશન ટર્બાઈન ફ્યુઅલને વેટમાંથી જીએસટીમાં લઈ જવાને મુદ્દે વિચારણા કરવામાં આવે તેવી સંભાવના છે. તેને પરિણામે તમામ પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં લઈ જવાની માગણી થાય તેવી સંભાવના છે. તેમ થાય તો ગુજરાતની વેટની આવકમાં અંદાજે રૂ. ૭૫૦૦ કરોડનું ગાબડું પડી જવાની સંભાવના છે. જીએસટી કાઉન્સિલની મળનારી આગામી બેઠકમાં એવિયેશન ટર્બાઈન ફ્યુઅલને જીએસટીમાં કવર કરી લેવાને મુદ્દે ચર્ચા થવાની છે. આ અંગેનો નિર્દેશ નિર્મલા સીતારામને જ આપ્યો છે.
આમ તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સિસ્ટમને પહેલી જુલાઈ ૨૦૧૭થી અલમાં મૂકી ત્યારથી જ રાજ્ય સરકારોની આવક તૂટી ન જાય અને રાજ્ય સરકારન ે૧૪ ટકા વધારા સાથ આપવાનું બર્ડન કેન્દ્ર સરકારને માથે વધારે પડતું ન આવી જાય તેવી ગણતરીથી પેટ્રોલ, ડિઝલ, ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ અને એવિયેશન ટર્બાઈન ફ્યુઅલને જીએસટીમાં ન આવરીને તેને બદલે વેટમાં જ ચાલુ રાખવામાં આવ્યા હતા. હજી સુધી તે સ્થિતિમાં કોઈ જ ફેર આવ્યો નથી.
ગુજરાત સરકારની નેચરલ ગેસ, પેટ્રોલ અને ડિઝલ થકી થતી વેટની આવક અંદાજે રૃા. ૧૪૦૦૦થી ૧૫૦૦૦ કરોડની છે. હવે તેને જીએસટીમા ંલઈ જવામાં આવે તો તેનો અડધો હિસ્સો સીજીએસટીમાં જશે. કારણ કે તેના પરની જીએસટીના દરમાં અડધા સ્ટેટ જીએસટીના અને અડધા સેન્ટ્રલ જીએસટીના આવે છે. ગુજરાતમાં આજે પેટ્રોલ પર ૧૩.૭ ટકા વેટ અને ડિઝલ પર ૧૪.૯ ટકા વેટ વસૂલવામાં આવી રહ્યો છે. અગાઉ બંને પરના વેટના દર ૨૦ ટકાથી ઉપરના હતા.
નાણાં મંત્રીએ જીએસટીમાં લઈ જવા માટે પહેલા માત્ર એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ - એટલે કે વિમાનમાં વપરાતા ઇંધણનો ઉલ્લેખ કર્યો છે. એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ પર અત્યારે બ ેજુદાં જુદાં વેટના દર છે. ઉડાન-યોજના હેઠળ ગુજરાતમાંથી શરૃ થઈને ગુજરાતના જ બીજા શહેર સુધી જતી અને પાછી ફરતી વિમાન સેવા માટેની એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ પર ૧ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવે છે. પરંતુ તેનાા સિવાયની એટલે કે આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય વિમાન સેવા માટે વપરાધા ઇંધણ પર ૫ ટકાના દરે વેટ વસૂલવામાં આવે છે. આ ઇંધણ થકી ૨૦૧૯-૨૦ના વર્ષમાં ગુજરાત સરકારે વેટની અંદ૩ાજે રૃા. ૨૩૮ કરોડની અને ૨૦૨૦-૨૧ના વર્ષમાં રૃા. ૧૦૮ કરોડની આવક કરી હતી. માત્ર એવિયેશન ટર્બાઈનને જ જીએસટીમા ંલઈ જવામાં આવે તો ગુજરાતને મોટો ફટકો પડવાની શક્યતા નથી. પરંતુ તમામ પ્રકારના ઇંધણ પરના વેટને જીએસટીમા ંડાયવર્ટ કરવામાં આવે તો ગુજરાતને અંદાજે રૃા. ૭૫૦૦ કરોડની આસપાસનો ફટકો પડી શકે છે.
કેન્દ્ર સરકારે રાજ્યની આવકમાં ૧૪ ટકાની વધારા સાથે પડનારી ઘટની રકમ ચૂકવી આપવાની બાંયધરી આપી છે. આ બાંયધરી ૫ વર્ષ માટે જ અપાઈ છે. હવે જુલાઈ મહિનામાં ૫ વર્ષ પૂરા થવા આવ્યા છે અને કેન્દ્ર સરકાર આ મુદલ લંબાવી આપવા બહુ ઉત્સુક નથી ત્યારે જો એવિયેશન ટર્બાઈન ફ્યુઅલની સાથે સાથે જ પેટ્રોલ ડિઝલને પણ વેટમાંથી જીએસટીમા ંલઈજવામાં આવે તો તેમને કેન્દ્ર સરકાર તરફી મળતું વળતર અટકી જાય અને જીએસટીની આવકમાં રૃા. ૭૫૦૦ કરોડથી વધુનું ગાબડું પડી જાય તેવી સંભાવના છે.




