Get The App

ગોત્રી હોસ્પિટલમાં ત્રણ મહિનામાં ૬૨૦ ડાયાલિસિસ કરાયું

યુ.પી.ના દર્દીએ ગોત્રીમાં સારવાર કરાવવા માટે વડોદરામાં મકાન ભાડે લીધું

Updated: Mar 1st, 2022

GS TEAM

Google News
Google News
ગોત્રી હોસ્પિટલમાં ત્રણ મહિનામાં ૬૨૦ ડાયાલિસિસ કરાયું 1 - image

વડોદરા,ગોત્રી હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર છેલ્લા ત્રણ મહિનાથી કાર્યરત છે. ૧૫ આધુનિક મશીન તથા સ્ટાફથી સુસજ્જિત આ સેન્ટરમાં કિડનીના રોગીઓને ૬૨૦ વખત ડાયાલિસિસ કરી આપવામાં આવ્યા છે.વિનામૂલ્યે થતી આ સારવારનો લાભ ભવિષ્યમાં પણ લોકો લઇ શકશે.કોરોના પોઝિટિવ દર્દીઓ માટે પણ અલગ આઇસોલેટ સુવિધા ઉપ્લબ્ધ કરવામાં આવી છે.ગોત્રી ઉપરાંત અન્ય ખાનગી  હોસ્પિટલમાં સારવાાર લેતા  દર્દીઓ માટે પણ અહીંયા ડાયાલિસિસની સુવિધા છે.

ઉત્તરપ્રદેશના વારાણસીના રહેવાસીને કિડનીની તકલીફ  થતા તેઓને સતત ડાયાલિસિસ કરાવવું પડતું હતું.સારવાર માટે અલગ અલગ સ્થળે  ફર્યા પછી તેઓને ગોત્રી હોસ્પિટલની સારવાર અનુકૂળ લાગતા તેઓએ વડોદરામાં મકાન ભાડે લીધું છે.અને ગોત્રીમા ંસારવાર લઇ રહ્યા છે.