Get The App

વડોદરાઃહર્બલ પ્રોડક્ટનો વેપાર કરતી મહિલા સાથે 37 લાખની ઓનલાઇન ઠગાઇ

Updated: Mar 17th, 2022

GS TEAM

Google News
Google News
વડોદરાઃહર્બલ પ્રોડક્ટનો વેપાર કરતી મહિલા સાથે 37 લાખની ઓનલાઇન ઠગાઇ 1 - image

વડોદરાઃ વાઘોડિયા રોડ વિસ્તારમાં ઘેર બેઠા હર્બલ પ્રોડક્ટનો વેપાર કરતી મહિલા સાથે ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા રૃ.૩૭ લાખ પડાવી લેવામાં આવ્યા હોવાના બનેલા બનાવ અંગે સાયબર સેલે તપાસ હાથ ધરી છે.

સૂર્યનગર પાછળ કલ્પના સોસાયટીમાં રહેતા જયશ્રી ગિતેશભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,તા.૧૦-૧૨-૨૦૧૯ના રોજ મને મેસુન નટ્સ ખરીદવા માટેનો એક મેસેજ મળ્યો હતો.જેથી મેં સામે મેઇલ કરતાં મને  મેસુન નટ્સ ના એક પેકેટની કિંમત રૃ.૧.૨૦ લાખની ઓફર કરાઇ હતી.મેઇલમાં અમે કર્ણાટકમાં ૧૦ વર્ષથી ખેતી કરીએ છીએ અને આ નટ્સ મેડિકલ યુઝ માટે છે તેમ કહી પસંદ ના પડે તો ૨૪ કલાકમાં રિફંડ આપવાની ખાતરી આપી હતી.

મહિલાએ કહ્યું છે કે,મેં બે પેકેટનો ઓર્ડર કરતાં મને બંને પેકેટની ડિલિવરી મળી હતી અને નટ્સ સારી ક્વોલિટીના હોવાથી મેં ડકલાફાર્મના અશોકભાઇ સાથે વાત કરી ૨૦૦ પેકેટનો ઓર્ડર આપ્યો હતો.

ઓર્ડર પેટે આઇઆઇસીઆઇ,ઇન્ડસઇન્ડ અને આઇડીબીઆઇ બેન્કના જુદા જુદા એકાઉન્ટોમાં મેં કુલ રૃ.૩૭લાખ ભર્યા હતા.પરંતુ ત્યારબાદ મને માત્ર નટ્સના ૫૦ પેકેટો મળ્યા હતા અને તેની ક્વોલિટી પણ ખૂબ જ હલકી હતી.આ પેકેટોમાં કીડા પડી ગયેલા હતા.

જેથી અશોકભાઇને ફોન કરતાં તેણે રિફંડ આપવાની ખાતરી આપી હતી.પરંતુ બે વર્ષ થવા છતાં હજી રિફંડ પરત કર્યું નથી.સાયબર સેલે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.