Get The App

સાંતેજની કેમિકલ ફેકટરીમાં સોલવન્ટ બ્લાસ્ટથી ભીષણ આગ

ફાયરના અધિકારીઓ અને જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી

Updated: Feb 28th, 2022

GS TEAM

Google News
Google News
સાંતેજની કેમિકલ ફેકટરીમાં સોલવન્ટ બ્લાસ્ટથી ભીષણ આગ 1 - image

     

  અમદાવાદ,રવિવાર,27 ફેબ્રુ,2022

શનિવારે મોડી રાતના ૧.૩૦ના સુમારે સાંતેજ ચોકડી પાસે આવેલી કેમિકલ કંપનીમાં સોલવન્ટ બ્લાસ્ટથી ભીષણ આગ લાગતા અમદાવાદ ફાયરના અધિકારીઓ અને જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.આ ઘટનાને પગલે કોઈને ઈજા કે જાનહાની થવા પામી ના હોવાનું જાણવા મળે છે.

સાંતેજ પાસે આવેલી રઝીનોવા કેમિકલ કંપનીમાં ભીષણ આગને પગલે અમદાવાદ ફાયર વિભાગના ફાયર ફાઈટર,વોટર ટેન્કર,ફાયર રોબટ સહિતના અન્ય વાહનો સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા.જયાં આઠ કલાકથી વધુના સમય બાદ આગને કાબૂમાં લઈ શકાઈ હતી.આગને પગલે કંપનીમાં રાખવામાં આવેલુ તમામ મટિરિયલ બળીને ખાખ થઈ જવા પામ્યુ હતું.આગ ચોકકસ કયા કારણથી લાગી એ કારણ જાણવા મળી શકયુ નથી.પરંતુ ઓવરહીટીંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ આપવામાં આવ્યુ છે.આગ લાગી એ સમયે સ્થળ ઉપર કોઈ હાજર ના હોવાનું ફાયરસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.