Gujarat

સાંડેસરા બંધુઓની વધુ ૨૦.૭૭ કરોડની સંપત્તિ ઈડીએ ટાંચમાં લીંધી

By GS Team
22 Mar 20221 min read
This article was originally published on 22 Mar 2022
સાંડેસરા બંધુઓની વધુ ૨૦.૭૭ કરોડની સંપત્તિ ઈડીએ ટાંચમાં લીંધી

વડોદરાઃ ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ)દ્વારા વડોદરાના ઉદ્યોગપતિ ે સાંડેસરા બંધુઓની સામે વધુ એક વખત કાર્યવાહી કરીને તેમની વધુ ૨૦.૭૭ કરોડ રુપિયાની પાંચ સંપત્તિ ટાંચમાં લીધી છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ હેઠળ થયેલી કાર્યવાહીના ભાગરુપે જે સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમાં પાંચ બેન્ક એકાઉન્ટ, શેર તેમજ પાંચ સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે.આ તમામની કુલ કિંમત ૨૦.૭૭ કરોડ હોવાનુ ઈડીએ જણાવ્યુ છે.

વડોદરા ખાતે સ્ટર્લિંગ ગુ્રપની કંપનીઓના માલિક સાંડેસરા બંધુઓની ૧૪૫૪૩ કરોડ રુપિયાની સંપત્તિ અત્યાર સુધીમાં ઈડી ટાંચમાં લઈ ચુકી છે.ઈડીનુ કહેવુ છે કે, ભવિષ્યમાં હજી બીજી કેટલીક સંપત્તિઓને ટાંચમાં લેવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

મની લોન્ડરિંગના કેસમાં નીતિન સાંડેસરા, તેમના ભાઈ ચેતન સાંડેસરા તથા તેમના પત્ની દિપ્તી સાંડેસરા અને પરિવારના અન્ય એક સભ્ય હિતેશ પટેલને ભાગેડુ જાહેર કરવામાં આવેલા છે.તેમને વિદેશથી પાછા લાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે તેવુ સરકારનુ કહેવુ છે.કેસમાં અત્યાર સુધી પાંચ ચાર્જશીટ ફાઈલ થઈ ચુકી છે.આ કેસમાં આંધ્ર બેન્ક સહિતની બેન્કો સાથે લોનની ૧૬૦૦૦ કરોડ  રુપિયાની છેતરપિંડીનો આરોપ સ્ટર્લિંગ ગુ્રપના સાંડેસરા બંધુઓ પર મુકાયેલો છે.

ઈડી દ્વારા ૨૦૧૭માં સીબીઆઈની ફરિયાદના આધારે સાંડેસરા બંધુઓ સામે આ કેસમાં કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.ઈડીનુ કહેવુ છે કે, અત્યાર સુધીમાં સાંડેસરા બંધુઓની ૧૪૫૪૩ કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે.