Gujarat

ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન, ઉત્પાદન ક્ષેત્ર માટે ઇલેક્ટ્રોનિક મિશન

By GS Team
3 Mar 20222 mins read
This article was originally published on 3 Mar 2022
ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન,  ઉત્પાદન ક્ષેત્ર માટે ઇલેક્ટ્રોનિક મિશન

વાજબી ભાવની દુકાનોમાં ઇલેકટ્રોનિક વજનકાંટા ઉપલબ્ધ 

રાજ્યમાં ડ્રોન સ્કીલ ઇન્સ્ટિટયૂટ સ્થપાશે, સુરત, જામનગર અને જૂનાગઢ સહિત વિજ્ઞાાન કેન્દ્રો માટે 25 કરોડની ફાળવણી

ગાંધીનગર : રાજ્યમાં ડિજીટલ સેવાઓનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને 670 કરોડનું બજેટ ફાળવ્યું છે જે પૈકી રાજ્યમાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન અને ઉત્પાદન ક્ષેત્રે ઇલેક્ટ્રોનિક મિશનની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિભાગને ફાળવેલું બજેટ આ પ્રમાણે છે.

* આઇટી અને બીટી પોલિસી હેઠળ લાયકાત ધરાવતાં એકમો કે વ્યકિતને સહાય આપવા 111 કરોડ.

* હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી ગામમાં આવેલી શાળાઓ, આંગણવાડી, સ્વાસ્થ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન, બીજી સરકારી અને સહકારી સંસ્થાઓને જોડાણ આપવા 73 કરોડ.

* સાયન્સ સિટીમાં માનવ અને જીવવિજ્ઞાાન ગેલેરી સ્થાપવા 45 કરોડ.

* 3 મહાનગરો સુરત ,જામનગર અને જુનાગઢ ખાતે પ્રાદેશિક વિજ્ઞાાન કેન્દ્રોના વિકાસ અને  25 જિલ્લાઓમાં જિલ્લા વિજ્ઞાાન કેન્દ્રો માટે 25 કરોડ.

* સરકારના આઈટી માળખાને સાઇબર જોખમો સામે રિયલટાઇમ સુરક્ષા પૂરી પાડવા સિક્યુરિટી ઓપરેશન સેન્ટર પ્રોજેકટ માટે 10 કરોડ.

* ઇલેક્ટ્રોનિક સીસ્ટમ ડીઝાઇન અને ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતને રોકાણનું હબ બનાવવા અને પ્રોત્સાહનો દ્વારા ઉદ્યોગોને આકર્ષવા રાજ્યમાં ઇલેક્ટ્રોનિકસ મિશનની સ્થાપના કરવાનું આયોજન.

* આદિજાતિ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની સુવિધા સહેલાઇથી મળી શકે તે માટે 500 નવા મોબાઇલ ટાવર માટે 100 કરોડ.

* રાજયની તમામ વાજબીભાવની દુકાનોમાં ઇલેકટ્રોનિક વજનકાંટા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

* ગ્રામ્ય કક્ષાએ વધુ સારી કનેકટીવીટી ઉપલબ્ધ કરાવી 108 એમ્બ્યુલન્સ સેવા, સરકારી યોજનાકીય લાભો, ઓનલાઇન બેન્કીંગ સેવા, નોકરી-કોન્ટ્રાકટ માટે ઓનલાઇન અરજી, ઓનલાઇન શિક્ષણ, ઇ-કોમર્સ જેવી તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવા ગ્રામ્ય કક્ષાએ ફ્રી-વાઇ ફાઇની સુવિધા પૂરી પાડવામાં આવશે. સરકારી યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવા ઇ-ગ્રામ યોજનાને સુદ્રઢ કરવામાં આવશે.

* મોબાઇલ એપ્લીકેશન દ્વારા બસનો સમય, વર્તમાન લોકેશન તથા ઉપલબ્ધ સીટોની વિગતો તેમજ તમામ બસ સ્ટેશનો પર પબ્લિક ઇન્ફર્મેશન સીસ્ટમ ઉપલબ્ધ કરાવવા જોગવાઇ 2 કરોડ.