Gujarat

તાલિબાની સજા ઃ ચોરીની શંકાથી અપહરણ બાદ કંરટ આપી વૃધ્ધને મોતને ઘાટ ઉતાર્યા

By GS Team
19 Mar 20222 mins read
This article was originally published on 19 Mar 2022
તાલિબાની સજા ઃ  ચોરીની  શંકાથી અપહરણ બાદ કંરટ આપી વૃધ્ધને મોતને ઘાટ ઉતાર્યા

અમદાવાદ,શનિવાર 

રખિયાલમાં ચોરીની શંકા આધારે  વૃધ્ધને  ઢોર માર મારી કરંટ આપવા જેવી જેવીતાલિબની સજા કરીને મોતને ઘાટ ઉતાવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રખિયાલમાં રહેતા અને સ્કૂલમાં પટાવાળા તરીકે નોેકરી કરતા  વૃધ્ધે મોબાઇલની ચોરી કરી હોવાની શંકા રાખીને ચાર શખ્સોએ અપહરણ કર્યા બાદ  ઢોર માર મારીને કરંટ આપ્યો હતો, સારવાર દરમિયાન મોત થયું હતું, રખિયાલ પોલીસે અપહરણ અને ખૂનનો ગુનો નોંધી ચાર પર પ્રાંતિય યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સ્કૂલના પટાવાળાનું અપહણ કરી  ઢોર માર મારી કરંટ  આપ્યા પછી  બેભાન  હાલતમાં રોડ ઉપર મૂકી નાસી જનારા ચાર શખ્સો પકડાયા

રખિયાલ પોલીસ  સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, જે.વી.રોઠોડના જણાવ્યા મુજબ રખિયાલ વિસ્તારમાં રહેતા શખ્સનો મોબાઇલ ચોરાયો હતો, જેની શંકા રાખીને  રખિયાલ અજીત મિલ શમ્સ સ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરતા અને મહંમદ હુસેન બાઉદીનભાઇ શેખ નામના વૃધ્ધને તા.૧૮ના રોજ સવારે ચાર શખ્સોએ રિખયાલ યસ પ્લાઝા કોમ્પલેક્ષ પાસે બોલાવ્યા હતા અને તેમની સાથે બોલાચાલી કરીને અપહરણ કરીને અજ્ઞાાત સ્થળે લઇ ગયા હતા.

ત્યારબાદ ઢોર માર મારીને વૃધ્ધને કરંટ આપ્યો હતો જેથી તેઓ બેહોશ થઇ જતાં આરોપીઓ  ઉચકીને રિક્ષામાં બેસાડીને લાલ બહાદૂર સ્ટેડિયમ પાસે રોડ ઉપર મુકીને ભાગી ગયા હતા, રખિયાલ પોલીસને જાણ થતાં તેમને  હોસ્પિટલમાં ખસેડાતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ગંભીર ઘટનાના ધ્યાનમાં રાખીને રખિયાલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે  ગણતરીના કલાકોમાં જ  મૂળ બિહારના વતની અને બાપુનગરમાં સુંદરનગર પાસે વિશ્વનાથનગર ખાતે રહેતા મોહમદસીતારે ઉર્ફે ગોલ્ડન મોહંમદઅનવર શેખ (ઉ.વ.૨૪) તેમજ મોહમદજલીફ શેખ (ઉ.વ.૧૯) તથા શમીમએહમદ તુફેલઅહેમદ અંસારી (ઉ.વ.૨૩) અને આઝાદ ઇસરાયાલ શેખ (ઉ.વ૨૮)ની ધરકપડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.