પોરબંદર પાસે પકડાયેલું 2000 કરોડનું ડ્રગ્સ પાકિસ્તાની માફિયાએ મોકલ્યું હતું

અફઘાનિસ્તાનમાં ઉત્પાદિત ડ્રગ્સ ઈરાનમાં રિફાઈન્ડ કરી રવાના કરાયું
ભારતમાં 529 કિલો હશીશ તેમજ 13 કિલો હેરોઈન અને234 કિલો મેથ શ્રીલંકા ઉતારવાનું હોવાની વિગતો
બોટ અને ડ્રગ્સ પોરબંદર લઈ જઈને એનસીબીએ તપાસ ગતિવંત બનાવી
અમદાવાદ : અરબી સમુદ્રમાં પોરબંદર નજીક મોટું ઓપેશન પાર પાડીને ઈન્ડિયન નેવી અને નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે 2000 કરોડ રૂપિયાની કિંમતનું 763 કિલો ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સનો જથૃથો 529 કિલો હસીસ ભારતમાં તેમજ 13 કિલો હેરોઈન અને 234 કિલો મેથએમ્ફેટામાઈન ડ્રગ્સ શ્રીલંકામાં ઉતારવાનું હતું તેવી પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી રહી છે.
દૂબઈસિૃથત પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાએ અફઘાનિસ્તાનમાં ઉત્પાદિત અને ઈરાનમાં રિફાઈન્ડ કરાયેલા ડ્રગ્સનો જથૃથો રવાના કર્યો હતો. વેસલમાંથી સાતથી આઠ શખ્સો પકડાયા છે તેમાં બે ઈરાની અને અન્ય પાકિસ્તાની હોવાની પ્રાથમિક વિગતો વચ્ચે પોરબંદરમાં વધુ તપાસ ચાલી રહી છે.
અરબી સમુદ્રમાં નશીલા પદાર્થનો મોટો જથૃથો આંતર-રાષ્ટ્રિય જળસીમામાંથી પકડાયાનો પ્રથમ કિસ્સો બન્યો છે. ઈન્ડિયન નેવી ઈન્ટેલિજન્સને મળેલા ઈનપૂટના આધારે એનસીબીની ટીમને સાથે રાખીને મધદરિયે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ભારતના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનથી થોડે દૂર અને ભારતીય જળકાંઠાથી 200 માઈલ દૂર મધદરિયે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
ભારત અને અન્ય દેશોમાં ડ્રગ્સ મોકલવાના કારસ્તાનને ધ્વસ્ત કરવા માટે મધદરિયે ઓપરેશન કરવામાં આવ્યું હોય તેવો પહેલો કિસ્સો છે. સ્મગલરો વેસલ છોડીને ભાગી છૂટે તે પહેલાં નેવીએ પકડી પાડયા હતા. આ માટે અલગ બોટમાં બેસીને ભાગવાની તૈયારી કરી રહ્યાં હતા.
સૂત્રોમાંથી પ્રાપ્ય વિગતો મુજબ, ડ્રગ્સ મોકલનાર મુખ્ય સુત્રધાર પાકિસ્તાન- અફઘાનિસ્તાન બોર્ડર પર આવેલા મુળ પેશાવરનો છે. આ શખ્સ દૂબઈ છે અને ત્યાંથી જ ડ્રગ્સની ડીલ કરી હતી.
આઠ મહિનાથી અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવ્યું પછી કડક એન્ટી-ડ્રગ પોલિસીના કારણે ડ્રગ માફિયાઓએ ભારત, શ્રીલંકા થકી ડ્રગ્સની હેરાફેરીના ટાર્ગેટ આપ્યાં છે. ડ્રગ્સનો જથૃથો લઈને આવતી વેસલ કે તેની સાથે રહેલી બોટ મધદરિયે હોય ત્યારે દક્ષિણ ભારત- તમિલનાડુથી ખાસ ઝંડા સાથે આવી સૃથાનિક બોટ ડ્રગ્સ લઈ જાય છે. હેરોઈન અને મેથ શ્રીલંકા લઈ જવાનું હતું.
શ્રીલંકન નેવી સ્ટ્રીક્ટ હોવાથી ડ્રગ્સનો જથૃથો શ્રીલંકા નજીક ઉતારવાનો ચાન્સ લેવામાં આવતો નથી. હવે, ભારતીય જળસિમામાં સતર્કતા છે તેવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય જળસિમામાં જ વેસલ રાખીને ડ્રગ્સની હેરાફેરી કરવાની હતી. પરંતુ, ઈન્ડિયન નેવી અને એનસીબીએ પહેલી વખત જ મધદરિયે ઓપરેશન કરી ડ્રગ્સનો મોટો જથૃથો ઝડપી લીધો છે.
વેસલ પરથી સાતથી આઠ શખ્સો પકડાયા છે તેમાં બે ઈરાની નાગરિક છે. મોટાભાગના મજૂર કક્ષાના લોકો હોવાનું સૂત્રોનું કહેવું છે. ડ્રગ્સ અને ખલાસીઓએ ભાગવાની કોશિષ કરી તે બોટને પોરબંદર લઈ જવામાં આવી છે. નેવી અને એનસીબીએ પોરબંદર ખાતેથી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. આ કેસમાં આવનારાં દિવસોમાં વધુ ચોંકાવનારાં ઘટસ્ફોટ થવાની સંભાવના છે.
મધદરિયેથી પકડવામાં આવેલા ડ્રગ્સના જથૃથામાંથી 529 કિલો હસીસ કચ્છના જખૌ કે આસપાસથી ભારતમાં ઘૂસાડવાનું હતું. કચ્છથી આ જથૃથો પંજાબ કે દેશના અન્ય રાજ્યમાં લઈ જવાનો હતો કે કેમ? તે અંગે તપાસ ચાલી રહી છે. જ્યારે, 13 કિલો હેરોઈન અને 234 કિલો મેથએમ્ફેટામાઈન ડ્રગ્સ શ્રીલંકા ઉતારવાનું હોવાની વિગતો અંગે ખરાઈ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો કહે છે.




