Gujarat

નિકોલમાં મિક્ષર મશીનના વ્હીલ નીચે કચડતા કિશોરનું કરુણ મોત

By GS Team
6 Feb 20221 min read
This article was originally published on 6 Feb 2022
નિકોલમાં મિક્ષર મશીનના  વ્હીલ નીચે  કચડતા કિશોરનું કરુણ મોત

અમદાવાદ,રવિવાર 

અમદાવાદમાં લોકો બેદરકારીથી વાહનો હંકારીને અકસ્માત સર્જી રહ્યા છે જેમાં નિર્દોષ લોકોને કિડી મંકોડાની કચડીને મોતને ઘાટ ઉતારીને ફરાર થઇ જાય છે. નિકોલમાં નવી બનતી સાઇટ ઉપર કામ કરતો ૧૪ વર્ષના કિશોરનું રેતી કપચીના મિક્ષર મશીનના વ્હીલ નીચે કચડાવાના કારણે મોત થયું હતું.

પૂર ઝડપે રિવર્સ ચલાવી લાવતા ટક્કર વાગતા કિશોર કપચીના મિક્ષર મશીનના વ્હીલ નીચે આવી જતાં ખોપડી પણ ફાટી ગઇ

આ કેસની વિગત એવી છે કે  દાહોદના વતની અને  અમદાવાદમાં કડીયાકામની મજૂરી  કરતા પ્રકાશભાઇ નિશરતા (ઉ.વ.૩૫) તેમના ૧૪ વર્ષના પુત્ર સાથે નિકોલમાં નવી બની રહેલી દેવસ્ય ગોલ્ડ પ્લસ સાઇટ ઉપર કામ કરતા હતા. ગઇકાલે પિતા -પુત્ર સાઇટ ઉપર કામ કરતા હતા ત્યારે સવારે ૧૧.૩૦ વાગે રેતી કપચીના મિક્ષર મશીનનો ડ્રાઇવર વાહન પૂર ઝડપે રિવર્સમાં લઇને આવતો હતો.

કિશોરને ટક્કર વાગતાં તે મિક્ષરમશીના પાછળના વ્હીલ નીચે આવી ગયો જેથી તેના શરીર ઉપર વ્હીલ ફરી વળતાં કિશોરને માથામાં ખોપરી પણ ફાટી ગઇ હતી અને લોહી લુહાણ હાલતમાં કિશોરનું સ્થળ ઉપર જ મોત થયું હતું, અકસ્માત કરીને મિક્ષર મશીન મૂકીને ડ્રાઇવર ભાગી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે  ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.