Gujarat

શહેરના પૂર્વ વિસ્તારમાં માર્ચ પહેલા સાયકલ ટ્રેક બની જશે

By GS Team
29 Dec 20212 mins read
This article was originally published on 29 Dec 2021
શહેરના પૂર્વ વિસ્તારમાં માર્ચ પહેલા સાયકલ ટ્રેક બની જશે

વડોદરા, વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં લોકોને અને રમતવીરોને સાયકલ ટ્રેકની સુવિધા મળી રહે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તે હેતુંથી વડોદરા કોર્પોરેશન દ્વારા રૃ.૧.૭૬ કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવવાનું છે. 

આ સાયકલ ટ્રેકની કામગીરી માટે થોડા દિવસ અગાઉ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલ દશેક દિવસથી કામગીરી શરૃ થઇ ચૂકી છે. સાયકલ ટ્રેક માટે રોડ પહોળો કરવાના કાર્યમાં અમૂક સ્થળે નડતરરૃપ દીવાલ, ઝાડ, ફેન્સિંગ વગેરે નાનામોટા અવરોધો હતા તે હટાવવા અને માપણી કરીને ત્યાં માટી, મેટલ તથા કોર્પોની કામગીરીનું સ્થાયી સમિતિના અધ્યક્ષે આજે નિરીક્ષણ કર્યું હતું. આજવા અને વાઘોડિયાને જોડાતા ટ્રેક ઉપર સરદાર એસ્ટેટથી મહાવીરલ ચાર રસ્તા થઇ સુલેમાન ત્રણ રસ્તા, ઉમા અને વૃંદાવન ચાર રસ્તા થઇ પરત સરદાર એસ્ટેટ સુધી ત્રિકોણ આકારમાં સાયકલ ટ્રેકનું નિર્માણ કરવામાં આવશે. આ ખર્ચમાં રોડ વાઇન્ડિંગના કામનો પણ સમાવેશ થાય છે. આગામી માર્ચ મહિનામાં પહેલા આયોજન પૂર્ણ થશે અને નગરજનોને સુવિધા મળી રહેશે. ૩૬ મીટરની પહોળાઇ ધરાવતા રોડ પર એક બાજુના ભાગે જ્યાં કાચો રસ્તો હતો, ત્યાં આ સાયકલ ટ્રેક બનાવવામાં આવશે. જેના પર માત્ર સાયકલ ચલાવી શકાશે એ સિવાય બીજા વાહનોને ચલાવવાની છૂટ નહી મળે. રોડ પર સાયકલ ટ્રેક માટે સાઇન મુકવામાં  આવશે. વડોદરામાં આટલો મોટો સાઇકલ ટ્રેક પ્રથમવાર બનવા જઇ રહ્યો છે.એ અગાઉ કમાટીબાગમાં સાયકલ ટ્રેક બનાવ્યો હતો, પરંતુ સાઇકલો કોર્પોરેશનને મૂકી હતી અને લોકોએ તેનો ઉપયોગ નહીં કરતા પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ મુકાયું હતું. વડસર લેન્ડફીલ સાઇટ પર પણ સાયકલ ટ્રેક બનાવ્યો છે. લોકો તેનો ઉપયોગ ઓછો કરે છે.