Gujarat

અમદાવાદમાં કોરોનાના ૫૧ કેસ નોંધાયા

By GS Team
3 Mar 20221 min read
This article was originally published on 3 Mar 2022
અમદાવાદમાં કોરોનાના ૫૧ કેસ નોંધાયા

 અમદાવાદ,ગુરુવાર,3 માર્ચ,2022

અમદાવાદમાં ગુરુવારે કોરોનાના દૈનિક કેસમાં ચાર કેસનો વધારો થતા નવા ૫૧ કેસ નોંધાયા હતા.સતત ત્રીજા  દિવસે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતું. મ્યુનિ.ના રસીકરણ કેન્દ્રો ઉપરથી ૧૧૭૪ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ, ૯૯૧૦ લોકોને રસીનો બીજો ડોઝ અને ૭૨૩  લોકોને પ્રિકોશન ડોઝ અપાતા કુલ ૧૧,૮૦૭  લોકોને કોરોના રસી અપાઈ હતી.૧૫ થી ૧૮ વયના ૪૦૩  બાળકોને કોરોના રસીનો પહેલો અને ૪૧૭૭  બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.