Gujarat

કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો, અમદાવાદમાં કોરોનાના નવા ૧૨૬૩ કેસ,૬ સંક્રમિત દર્દીનાં મોત

By GS Team
7 Feb 20221 min read
This article was originally published on 7 Feb 2022
કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો, અમદાવાદમાં કોરોનાના નવા ૧૨૬૩ કેસ,૬ સંક્રમિત દર્દીનાં મોત

  અમદાવાદ,રવિવાર,6 ફેબ્રુ,2022

અમદાવાદમાંકોરોના સંક્રમણમાં સતત ચોથા દિવસે પણ ઘટાડો નોંધાવા પામ્યો હતો.રવિવારે શહેરમાં કોરોનાના નવા ૧૨૬૩ કેસ અને છ સંક્રમિત દર્દીના મોત થવા પામ્યા હતા.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના ૮૨ દર્દી પૈકી ૪૩ દર્દી ઓકિસજન-આઈ.સી.યુ.બેડ ઉપર સારવાર હેઠળ છે.

શહેરમાં પાંચ ફેબુ્આરીના રોજ કોરોનાના ૧૪૫૧ કેસ નોંધાયા હતા.૬ ફેબુ્આરીએ કોરોનાના દૈનિક કેસમાં ૧૮૮ કેસનો ઘટાડો થતા નવા ૧૨૬૩ કેસ નોંધાયા હતા.રવિવારે ૩૫૫૪ દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.માર્ચ-૨૦૨૦થી અમદાવાદમાં કોરોના મહામારીનો સમય શરુ થયા બાદ અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના ૩,૭૦,૫૮૫ કેસ નોંધાવા પામ્યા છે.૩,૫૦,૦૭૪ દર્દી કોરોનામુકત થયા છે.જયારે અત્યાર સુધીમાં ૩૫૬૦ સંક્રમિત દર્દીના મોત થવા પામ્યા છે.