For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના કેસમાં ૫૦%નો વધારો

-ચાર દિવસ બાદ કોરોનાથી પ્રથમ મૃત્યુ

-કોરોનાના ૩૬ નવા કેસ ઃ એક્ટિવ કેસ ૩૧૯ : અમદાવાદમાં ૧૩૧ દર્દી સારવાર હેઠળ

Updated: Nov 23rd, 2021

અમદાવાદ,મંગળવાર

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૬ નવા કેસ નોંધાયા છે જ્યારે ચાર દિવસ બાદ કોરોનાથી પ્રથમ મૃત્યુ નોંધાયું છે. રાજ્યમાં સોમવારે કોરોનાના ૨૫ કેસ સામે આવ્યા હતા. આમ, એક જ દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં ૫૦% સુધીનો વધારો નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૭, વડોદરામાંથી ૬, સુરત-નવસારી-જામનગરમાંથી ૩, રાજકોટમાંથી ૨ જ્યારે ગીર સોમનાથ-વલસાડમાંથી ૧-૧ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૭, ૨૬૭ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક મૃત્યુ નવસારીમાં થયું છે. અત્યારસુધી કુલ ૧૦,૦૯૨ના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં વધુ ૨૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૩૧૯ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૪% છે.

રાજ્યમાં હાલ ૩૧૯ એક્ટિવ કેસ છે અને ૬ દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદ ૧૩૧, વડોદરા ૫૯, સુરત ૨૯, વલસાડ ૨૪ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લામાં મોખરે છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫.૧૦ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે ૭.૭૯ કરોડ થઇ ગયો છે.

 

Gujarat