Gujarat

રાજકીય પક્ષમાં હોદ્દાની લાલચ આપી શોષણ કર્યાની યુવતીની ફરિયાદ

By GS Team
23 Nov 20212 mins read
This article was originally published on 23 Nov 2021
રાજકીય પક્ષમાં હોદ્દાની લાલચ આપી શોષણ કર્યાની યુવતીની ફરિયાદ

YJPના પ્રમુખ તરીકે ઓળખ આપ્યાની ફરિયાદ

સંબંધો બંધાયા પછી ફોટોગ્રાફ પાડી સંબંધો બાંધી ગર્ભવતી કરી: રોનક ગોહેલ, મિત્ર સામે FIR

અમદાવાદ : પોતે રાજકીય પક્ષનો ગુજરાત પ્રમુખ છે અને સારો હોદ્દો, પગાર ઉપરાંત સારી જગ્યાએ સેટ કરી આપવાની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજારાયાની ફરિયાદ યુવતીએ નોંધાવી છે.

પહેલી વખત વોલ્વો બસમાં અને તે પછી ઓફિસ, હોટલ સહિત જુદી જુદી જગ્યાએ સંબંધ બાંધ્યા હતા. વર્ષ 2018થી સંબંધો બંધાયા પછી ફોટોગ્રાફ પાડી સંબંધો બાંધી ગર્ભવતી કરી એબોર્શન કરાવ્યું હતું. યુવતીને વાય.જે.પી.ના પ્રમુખ તરીકે ઓળખ આપનાર રોનક ગોહેલ અને મિત્ર સામે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી યુવતીએ મણીનગરમાં રહેતા રોનક પ્રકાશભાઈ ગોહેલ અને વટવામાં રહેતા મહાવીરસિંહ ચૌહાણ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, વર્ષ 2018માં વાય.જે.પી. નામની રાજકીય પાર્ટીના ગુજરાત પ્રમુખ હોવાનું કહી રોનક ગોહેલે પક્ષમાં જોડાવાનું યુવતીને કહ્યું હતું. સારો પગાર અને સારી કોઈક જગ્યાએ સેટ કરી આપવાનું કહી અને પોતે અપરિણીત  હોવાની ઓળખ આપી હતી.

લગ્ન કરવાનું જણાવી યુવતીનો વિશ્વાસ કેળવી તા. 11-6-2018ના વોલ્વો બસના કોચમાં મરજી વિરૂધૃધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત વટવાના સતેજ હોમ્સ ખાતે તેની ઓફિસમાં શરીર સંબંધ બાંધી તેના ફોટા મોબાઈલ ફોનમાં પાડી લીધા હતા. ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતીને બ્લેકમેઈલ કરવામાં આવી હતી. 

આ પછી યુવતીને અવારનવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીને ગર્ભવતી બનાવી રોનક અને તેના મિત્ર મહાવીરસિંહ ચૌહાણે ભેગા મળીને એબોર્શન કરાવ્યું હતું અને કોઈને ન કહેવાની ધમકી આપી હતી.

લગ્ન નહી કરી અવારનવાર મરજી વિરૂધૃધ શરીર સંબંધ બાંધી તેમજ સૃષ્ટિ વિરૂધૃધનું કૃત્ય આચરી શારીરિક શોષ કર્યાની આક્ષેપાત્મક ફરિયાદ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, રાજકીય પક્ષમાં હોદ્દો આપવાની લાલચ આપી સંબંધ શરૂ કરનાર રોનક ગોહેલ પરિણીત હોવાની વિગતો મળી છે. ફરિયાદના આધારે આરોપીને ઝડપી લેવા તજવીજ ચાલી રહી છે.