કાકે-દા-ઢાબા પાસે કરોડોની જમીન પચાવી પાડનાર 33 સામે ફરિયાદ

અમદાવાદના મકરબા વિસ્તારમાં
સરકારી ચોપડે બાવીસ કરોડની કિંમતની સરકારી જમીન હડપ કરાઇ હોવાની ફરિયાદ
અમદાવાદ : વિકસતા અમદાવાદની ધોરીનસ બની રહેલાં એસજી હાઈવે ઉપર મકરબામાં કાકે-દા-ઢાબા પાસે સરકારની 11028 ચો.મી. અને સરકારી ચોપડે બાવીસ કરોડની અને ચાર ગણી બજાર કિંમત ધરાવતી સરકારી જમીન પચાવી પાડવા અંગે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમા કુલ 33 આરોપી સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
મકરબાના રેવન્યૂ તલાટી આદિત્યભાઈ ઠક્કરે સરખેજ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, મકરબાના સર્વે નંબર 324ની 11028 ચો.મી. સરકારી પડતર જગ્યાની વર્ષ 2011ની જંત્રી આધારે આશરે કિંમત બાવીસ કરોડ રૂપિયા જેટલી થાય છે.
સરકારની મોકાની જમીન હડપ કરવાનું ગેરકાયદે કૃત્ય કરી જમીનમાં અનઅિધકૃત પ્રવેશ કરી કુલ 33 આરોપીઓ પૈકી સ્વ. રણછોડજી ચતુરજી ઠાકોરના વારસદાર ચેહરાજી રણછોડજી ઠાકોરે દબાણ કાયમી ધોરણે ગ્રાન્ટ કરવા કલેક્ટરમાં રજૂઆત કરી હતી જે માન્ય રખાઈ નથી. આ પછી ખોટી રીતે સિવિલ કોર્ટમાં કાયદાકીય લિટીગેશન ઉભા કર્યા છે.
મોકાની કિંમતની જમીનનો સરકાર દ્વારા ભવિષ્યમાં જાહેર હેતુઓ માટે ઉપયોગ થઈ સખે છે. સરકારી જમીન હોવાનું જાણવા છતાં સરકારી જગ્યાનું કુલમુખત્યારનામું કરી આપી સરકાર દ્વારા લગાડવામાં આવેલા જાહેર ચેતવણીવાળા બોર્ડ અવારનવાર દૂર કરી અનઅિધકૃત પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર, અમદાવાદના અધ્યક્ષસૃથાને મળેલી મિટિંગમાં કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશના પગલે મકરબા સર્વે નંબર 324ની 11028 ચો.મી. સરકારી પડતર જગ્યા પચાવી પાડવા અંગે સરખેજ પોલીસમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.
એસજી હાઈવે પર મોકાની અને કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન પચાવી પાડવા અંગેની ફરિયાદમાં આરોપી તરીકે બોપલ - આંબલી રોડ ઉપર સેન્ટોસા પાર્કમાં રહેતા જીમીભાઈ જયંતીભાઈ પટેલ, મકરબાના પટેલવાસમાં રહેતા રાજેન્દ્ર નટવરલાલ ઉપરાંત જમીનને કાયમી ધોરણે ગ્રાન્ટ કરવા અરજ કરનાર ઠાકોર પરિવારના 31 સભ્યો મળી કુલ 33 સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, સરકારી જમીન પચાવી પાડવાની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતાં આરોપીઓને ઝડપી લેવા માટે સરખેજ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.




